ત્રણ વર્ષથી પડતર આ મામલામાં નિર્ણય બાદ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને જય શાહ (Jay Shah) હવે પોતાના પદ પર રહી શકે છે. આ સાથે જ બીસીસીઆઈની અપીલને કોર્ટે માનતા બોર્ડ દ્વારા કાર્યકાળમાં સંશોધનને માની લીધો છે. આ અંતર્ગત હવે ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ અને જય શાહ સચિવ પદ પર યથાવત રહેશે
હાઈલાઈટ્સ:
- સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા બંધારણને મંજૂરી આપી દીધી છે
- સૌરવ ગાંગુલી અને જય શાહ અનુક્રમે પ્રમુખ અને સચિવ તરીકે બીજી ઈનિંગ્સ શરૂ કરી શકશે
- કોર્ટના નિર્ણયની સાથે જ બોર્ડના અધિકારીઓના કાર્યકાળ અને કૂલિંગ ઓફ પીરિયડના નિયમોમાં ફેરફાર પણ સામેલ હતા
ત્રણ વર્ષથી પડતર આ મામલામાં નિર્ણય બાદ સૌરવ ગાંગુલી અને જય શાહ હવે પોતાના પદ પર રહી શકે છે. આ સાથે જ બીસીસીઆઈની અપીલને કોર્ટે માનતા બોર્ડ દ્વારા કાર્યકાળમાં સંશોધનને માની લીધો છે. આ અંતર્ગત હવે ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ અને જય શાહ સચિવ પદ પર યથાવત રહેશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પહેલા હતો નિયમ
હકિકતમાં નવા બંધારણને લઈને કરવામાં આવેલી અપીલ પહેલા બીસીસીઆઈના નિયમમાં એ જોગવાઈ હતી કે કોઈ વ્યક્તિને સ્ટેટ એસોસિયેશન કે બીસીસીઆઈ કે પછી બંને સંયુક્ત રીતે સતત બે કાર્યકાળ વચ્ચે ત્રણ વર્ષના કૂલિંગ ઓફ સમયમાંથી પસાર થવું પડશે. ત્યારબાદ જ તે કોઈ અન્ય પદ પર આવી શકશે. નવા બંધારણ અંગે બીસીસીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચને કહ્યું હતું કે દેશમાં ક્રિકેટની રમત ઘણી વ્યવસ્થિત છે. બીસીસીઆઈ એક સ્વાયત સંસ્થા છે અને તમામ ફેરફારો અંગે ક્રિકેટ બોડીની એન્યુઅલ જનરલ મીટિંગમાં વિચાર કરવામાં આવ્યો છે. તેવામાં નવા બંધારણને મંજૂરી આપી દેવી જોઈએ.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ