સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ ગુમાવશે હાર્દિક અને ભુવી, જાણો શું છે કારણ - bcci announces team india for home t20 series against south africa and australia

સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ ગુમાવશે હાર્દિક અને ભુવી, જાણો શું છે કારણ – bcci announces team india for home t20 series against south africa and australia


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોમવારે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી. 15 ખેલાડીઓની આ ટીમમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને હર્ષલ પટેલ (Harshal Patel)નું કમબેક થયું છે. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે એશિયા કપ (Asia Cup 2022)માં રમી શક્યા ન હતા. જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી ટી20 સીરિઝ માટેની ટીમ પણ જાહેર કરી છે. ભારત પહેલા ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝ રમશે જેની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. જોકે, આ બંને ટીમમાં પણ મોટા ભાગના ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ માટેની ટીમના જ છે. જોકે, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ ઓસ્ટ્રેલિયા સામેની જ્યરે ભુવનેશ્વર કુમાર સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં રમી શકશે નહીં.
T20 World Cup: ભારતીય ટીમની જાહેરાત, જસપ્રિત બુમરાહ-હર્ષલ પટેલનું પુનરાગમનઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ દરમિયાન હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમારને કન્ડિશનિંગ રિલેટેડ કામ માટે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિપોર્ટિંગ કરવાનું છે. ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને ભુનવેશ્વર કુમાર સાઉથ આફ્રિકા સામેની સીરિઝ ગુમાવશે. જ્યારે અર્શદીપ સિંહ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ ગુમાવશે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે.
સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ ગુમાવશે હાર્દિક અને ભુવી, જાણો શું છે કારણ - bcci announces team india for home t20 series against south africa and australiaAsia Cup 2022: ફાઈનલમાં Sri Lanka સામે Pakistanની હાર થતા Afghanistan ગેલમાં, Kabulમાં ઉજવણીનો માહોલઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિપક હૂડા, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *