India vs Zimbabwe 3rd ODI: શુભમન ગિલે લિજેન્ડરી બેટર સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. શુભમન ગિલે ઝિમ્બાબ્વેમાં વન-ડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો સચિનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સચિન તેંડુલકરે 1998માં બુલાવાયો ખાતે રમાયેલી વન-ડેમાં ઝિમ્બાબ્વે સામે 127 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ગિલે 130 રન નોંધાવીને હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
હાઈલાઈટ્સ:
- ઝિમ્બાબ્વે સામે ત્રીજી વન-ડેમાં શુભમન ગિલે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી
- શુભમન ગિલે 15 ચોગ્ગા અને એક સિક્સર સાથે 97 બોલમાં 130 રનની ઈનિંગ્સ રમી હતી
- આ લાજવાબ સદી સાથે શુભમન ગિલે સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડી નાંખ્યો છે
આ સદી સાથે શુભમન ગિલે લિજેન્ડરી બેટર સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. શુભમન ગિલે ઝિમ્બાબ્વેમાં વન-ડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો સચિનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સચિન તેંડુલકરે 1998માં બુલાવાયો ખાતે રમાયેલી વન-ડેમાં ઝિમ્બાબ્વે સામે 127 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ગિલે 130 રન નોંધાવીને હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ દ્વારા વન-ડેમાં પોતાનું કમબેક કર્યું છે. ઝિમ્બાબ્વે સામે ત્રીજી વન-ડેમાં તેણે પોતાની ઈનિંગ્સમાં 15 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. 22 વર્ષીય શુભમન ગિલે લાજવાબ શોટ્સ ફટકાર્યા હતા. તેણે અદ્દભુત સ્ટ્રેઈટ ડ્રાઈવ્સ અને કવર ડ્રાઈવ્સ ફટકારી હતી. આ મેચમાં તેણે ઈશાન કિશન સાથે 140 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈશાને 61 બોલમાં 50 રન ફટકાર્યા હતા. ત્રીજી વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વે સામે 50 ઓવરમાં 8 વિકેટે 289 રન નોંધાવ્યા હતા. ભારતે પ્રથમ બે વન-ડે જીતીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે ઝિમ્બાબ્વે સામે અત્યાર સુધી સળંગ 13 વન-ડે જીતી છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ