શું RCBમાં પાછો આવશે વિરાટ કોહલીનો જીગરી દોસ્ત? ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ફરી શરૂ થઈ ચર્ચા - ab de villiers can become rcb coach mike hesson and sanjay bangar leave fixed

શું RCBમાં પાછો આવશે વિરાટ કોહલીનો જીગરી દોસ્ત? ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ફરી શરૂ થઈ ચર્ચા – ab de villiers can become rcb coach mike hesson and sanjay bangar leave fixed


નવી દિલ્હીઃ મિસ્ટર 360ના નામથી જાણિતો સાઉથ આફ્રિકાનો પૂર્વ સ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સ ફરી એક વાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં પાછો આવી શકે છે. ડિવિલિયર્સ એક ખેલાડી તરીકે લાંબા સમય સુધી આ ફ્રેન્ચાઈઝી માટે મેદાન પર ઉતરી ચૂક્યો છે, પરંતુ બીજી ઇનિંગમાં તે કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. આરસીબી અત્યારે પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેવામાં હવે ડિવિલિયર્સને ટીમ પોતાનો નવો કોચ બનાવી શકે છે.RCBએ નથી કરી સત્તાવાર જાહેરાત
જોકે, અત્યારે આ અંગે આરસીબી તરફથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું, પરંતુ જો ટીમ બેટિંગ કોચ સંજય બાંગરની સાથે પોતાનો કરાર આગળ નહીં વધારે તો એબી ડિવિલિયર્સથી સારો વિકલ્પ તેમના માટે બીજો કોઈ નહીં હોય. રિપોર્ટ્સના મતે, આરસીબીના સંજય બાંગરની સાથે જ ડિરેક્ટર ઑફ ક્રિકેટ માઈક હેસનની સાથે પોતાનો કરાર આગળ વધારવાનો નિર્ણય નથી કર્યો.

ડિવિલિયર્સ નક્કી કરશે
તેવામાં સ્વાભાવિક છે કે હવે ફ્રેન્ચાઈઝી એ ઈચ્છશે કે, તે એબી ડિવિલિયર્સને કોચ તરીકે પોતાની સાથે જોડી લે. ટીમમાં ડિવિલિયર્સની વિરાટ કોહલી સાથે સારી મિત્રતા છે અને ટીમમાં હાજર કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ પણ તેના જ વતનનો છે. આવામાં હવે તેના કોચ બનવાથી ટીમના સિનિયર ખેલાડીઓની વચ્ચે સારો તાલમેલ બનાવી શકે છે. જોકે, ડિવિલિયર્સ કોચ તરીકે આરસીબીની સાથે પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરશે કે નહીં તે તો તે જાતે જ નક્કી કરશે, પરંતુ આરસીબીની ટીમમાં ડિવિલિયર્સના નામની ચર્ચા ફરી એક વાર શરૂ થઈ ગઈ છે.

ડિવિલિયર્સ આરસીબી માટે રમી ચૂક્યો છે 156 મેચ
એબી ડિવિલિયર્સ આરસીબી માટે 156 મેચ રમી ચૂક્યો છે. તે દરમિયાન તેણે પોતાની સ્ફોટક બેટિંગની મદદથી 4,491 રન બનાવ્યા છે, જેમાં 2 સદી પણ સામેલ છે. ડિવિલિયર્સ આરસીબીની સાથે વર્ષ 2011માં જોડાયો હતો અને તે 2021 સુધી આ ફ્રેન્ચાઈઝી સાથે રમ્યો હતો. આ સાથે જ તેણે સંન્યાસ લેવાનો પણ નિર્ણય લીધો હતો. આરસીબી સિવાય ડિવિલિયર્સ આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સ, જે હવે દિલ્હી કેપિટલ્સ બની ગઈ છે. તેના માટે પણ રમી ચૂક્યો છે. બીજી તરફ ડિવિલિયર્સની આખા આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો, તેણે કુલ 184 મેચ રમી છે. તે દરમિયાન તેણે 39.74ની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે આઈપીએલમાં તેના નામે 5,162 રન નોંધાયેલા છે. જ્યારે 3 સદી અને 40 અડધી સદી તે ફટકારી ચૂક્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *