એક ઉચ્ચ-સ્તરની પેનલ સાવચેતીભર્યા ચેક પર ક્રાઉડસોર્સ્ડ ડિજિટલ એન્સાઈક્લોપીડિયા એક્ઝિક્યુટિવ્સની પૂછપરછ કરે તેવી શક્યતા છે અને કારણ બતાવો નોટિસ પણ જારી કરી શકે છે. ભારતીય યુવાની ઝડપી બોલર અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર એડિટ કરવામાં આવેલી માહિતી પ્રમાણે એક અનરેજિસ્ટર્ડ યુઝરે ઘણી બધી જગ્યાએ ‘ભારત’ શબ્દના બદલે ‘ખાલિસ્તાન’ લખી દેવામાં આવ્યું હતું. જોકે, વિકિપીડિયા એડિટર્સ દ્વારા 15 મિનિટની અંદર જ આ બધું સુધારી દેવામાં આવ્યું હતું.
પાકિસ્તાન સામેની મેચમાં અર્શદીપે 18મી ઓવરમાં આસિફ અલીનો કેચ છોડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. જોકે, ભારતીય ટીમ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ ઉપરાંત પાકિસ્તાના ભૂતપૂર્વ ક્રિકેટર્સે પણ અર્શદીપનો બચાવ કર્યો છે અને તેના સમર્થનમાં આગળ આવ્યા છે. ભૂતપૂર્વ સુકાની અને સ્ટાર બેટર વિરાટ કોહલીએ અર્શદીપનો બચાવ કરતાં કહ્યું હતું કે, હાઈ-પ્રેશર મેચમાં કોઈનાથી પણ ભૂલ થઈ શકે છે. મહત્વનું છે કે તે ભૂલમાંથી શીખીને આગળ વધવું. પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે પણ ક્રિકેટ પ્રેમીઓને અર્શદીપને ટ્રોલ ન કરવાની અપીલ કરી હતી.
18મી ઓવર સ્પિનર રવિ બિશ્નોઈએ કરી હતી અને ત્યારે પાકિસ્તાનને 34 રનની જરૂર હતી. તે સમયે ખુશદિલ શાહ અને આસિફ અલી ક્રિઝ પર હતા. ઓવરના ત્રીજા બોલ પર આસિફ અલીએ સ્વીપ શોટ ફટકાર્યો હતો અને બોલ હવામાં ઊંચે ગયો હતો અને એક આસાન કેચ હતો. જોકે, અર્શદીપ સિંહ આ આસાન કેચ કરી શક્યો ન હતો. બોલ તેના હાથમાં આવીને નીચે પડી ગયો હતો. અંતિમ ઓવર અર્શદીપ સિંહે કરી હતી ત્યારે પાકિસ્તાનને સાત રનની જરૂર હતી. આ ઓવરમાં તેણે એક વિકેટ પણ ઝડપી હતી. જોકે, સાત રનનો તે બચાવ કરી શક્યો ન હતો અને ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.