રહાણેનું ઈન્ડિયન ટીમમાં કમબેક
દક્ષિણ આફ્રિકા સામે જાન્યુઆરી 2022માં જે ટેસ્ટ મેચ રમાઈ હતી ત્યારથી રહાણેની કારકિર્દી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. ખરાબ પ્રદર્શનના કારણે તેને વાઈસ કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી. ત્યારપછી તેને ઈન્ડિયન ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેવામાં હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી ફરી એકવાર સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ રાખ્યો છે. તેને તક આપી દીધી છે.
WTC માટે ઈન્ડિયન ટેસ્ટ ટીમ જાહેર
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ.રાહુલ, કે.એસ.ભરત, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.
ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે ફાઈનલ
ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ 7 જૂનથી ઇંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ટીમે ઓસ્ટ્રેલિયાને હોમ સિરીઝમાં 2-1થી હરાવી દીધી હતી. આની સાથે જ તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય પણ કરી લીધું હતું. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ ન્યૂટ્રલ વેન્યુ તરીકે જાહેર કરાયું છે. ઓસ્ટ્રેલિયાને ભારત વિરૂદ્ધ WTC ફાઈનલ પછી એશિઝ સિરિઝ પણ રમવાની છે.
ઓસ્ટ્રેલિયાએ ટીમ કરી દીધી જાહેર
બીજી બાજુ 19 એપ્રિલે ઓસ્ટ્રેલિયાએ WTC ફાઈનલ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશિઝ સિરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મિચેલ માર્શનું 4 વર્ષ પછી ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં કમબેક થયું છે. જ્યારે ડેવિડ વોર્નર પણ ટીમનો ભાગ છે. સ્ટીવ સ્મિથ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ જેવા ખેલાડી ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાનો મોરચો સંભાળી શકે છે.
WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃપેટ કમિન્સ, કેમરૂન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગલિસ, ઉસ્માન ખ્વાજા, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, નેથન લાયન, મિચેલ માર્શ