નવી દિલ્હી- ભારતમાં ક્રિકેટનો ઈતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. દેશમાં એકથી વધીને એક દિગ્ગજ ક્રિકેટર્સ આગળ આવ્યા, જેમણે પોતાની પ્રતિભાથી દુનિયાભરમાં નામ કર્યું. તેમાંથી એક નામ વિનોદ કાંબલીનું પણ છે. લગભગ 30 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વિનોદ કાંબલીએ પોતાની શરુઆતની સાત મેચમાં જ 793 રન ફટકાર્યા હતા. 1993માં જ્યારે કોઈ 113.29ની સ્ટ્રાઈક રેટથી ટેસ્ટ મેચમાં રન ફટકારે તો વિચારી લો, તેની બેટિંગ કેટલી ખતરનાક હશે. તે વર્ષે 224 અને 227 તેમનો બેસ્ટ સ્કોર હતો. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર પ્લેયરની સ્થિતિ અત્યારે દયનીય છે, તે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મેદાન પર કોઈ પણ કામ કરવાની તૈયારી દર્શાવી છે.
વિનોદ કાંબલીને હવે ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે. ગળામાં હંમેશા જોવા મળતી ગોલ્ડની ચેઈન, હાથનું બ્રેસલેટ, મોટી ઘડિયાળ, બધું જ ગાયબ છે. મોબાઈન ફોનની સ્ક્રીન પણ લગભગ તૂટેલી જોવા મળી. અત્યારે વિનોદ કાંબલીનો આવકનો એકમાત્ર સ્ત્રોત છે BCCI દ્વારા આપવામાં આવતું પેન્શન જે 30,000 રુપિયા છે. વિનોદ કાંબલી આ માટે આભારી પણ છે, પરંતુ સાથે જ તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ક્રિકેટને લગતા અસાઈમેન્ટ કરવા માટે ઉત્સુક છે.
175 સિક્સર ફટકારનારા ‘બાહુબલી’ની UAEની T20 લીગમાં એન્ટ્રી, અબુધાબી નાઈટરાઈડર્સ માટે રમશે
વિનોદ જણાવે છે કે, હું એક નિવૃત્ત ક્રિકેટર છું, જે સંપૂર્ણપણે પેન્શન પર નિર્ભર છે. બોર્ડ પાસેથી જે રકમ મળે છે તે જ એકમાત્ર આવકનો સ્ત્રોત છે, જેના માટે હું ખરેખર આભારી પણ છું. તેના કારણે મારો પરિવાર ખાઈ શકે છે.પરંતુ મને કામની જરૂર છે. હું એવા અસાઈમેન્ટ શોધી રહ્યો છું જ્યાં યંગસ્ટર્સ સાથે કામ કરી શકું. હું જાણુ છંત કે અમોલ અત્યારે મુંબઈનો હેડ કોચ છે, પણ જો કોઈ પણ કામ માટે મારી જરૂર હશે તો હું હાજર છું. અમે લોકો એકસાથે રમતા હતા. મેં મુંબઈ ક્રિકેટ અસોસિએશન પાસે મદદ માંગી હતી. મેં તેમને ઘણી વાર કહ્યું કે, વાનખેડે સ્ટેડિયમ હોય કે બીકેસી, જે પણ કામ હશે હું કરવા તૈયાર છું. મુંબઈ ક્રિકેટે મને ઘણું આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલીએ અત્યાર સુધી કોચ તરીકે પણ કામ કર્યું છે. 2019માં તેઓ મુંબઈ ટી20 લીગના કોચ હતા. આ સિવાય તેઓ Tendulkar Middlesex Global Academy સાથે પણ જોડાયેલા હતા, જ્યાં તેઓ યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપતા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેમણે તે કામ છોડવુ પડ્યુ હતું. નોંધનીય છે કે સચિન તેંડુલકર સાથે વિનોદ કાંબલીની સારી મિત્રતા છે.
Independence day and cricket: એ 3 ક્રિકેટર, જે પહેલા ભારત તરફથી રમતા હતા, ભાગલા પછી પાકિસ્તાન ગયા
વિનોદ કાંબલી આગળ જણાવે છે કે, સચિન બધું જ જાણે છે, પણ હું એની પાસેથી કોઈ આશા નથી રાખતો. તેણે મને એક મહત્વનું અસાઈમેન્ટ આપ્ય હતું. હું ઘણો ખુશ હતો. તે મારો ઘણો સારો મિત્ર છે. મારા માટે તે હંમેશા ઉભો રહ્યો છે.