Sanjana bumrah Insta sanjana

બુમરાહની પત્ની સંજનાએ ટ્રોલર્સ માટે લખી એક નોટ


Authored by Parth Shah | I am Gujarat | Updated: 10 Nov 2022, 5:26 pm

Jasprit Bumrah Wife : સોશિયલ મીડિયા પર હંમેશા ક્રિકેટ ખેલાડી ટ્રોલ થતાં હોય છે ક્યારેક પોતાની રમતના કારણે તો ક્યારેક કોઈ નિવેદનના કારણ અને કેટલીક વખત એવું પણ જોવા મળ્યું છે કે ખેલાડીના મિત્ર અથવા તેમની પત્ની પણ આનો શિકાર બન્યા હોય છે. ત્યારે હાલમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની (Jasprit Bumrah) પત્ની અને સ્પોર્ટસ પ્રેઝન્ટર સંજના ગણેશને (Sanjana Ganesan) ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સંજના ગણેશનએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારને જડબાતોડ જવાબ આપ્યા બાદ ચર્ચામાં આવી હતી.

 

સંજના ગણેશન

હાઈલાઈટ્સ:

  • બુમરાહનું નામ લઈને ચાહકોએ સંજનાને ટ્રોલ કરી
  • સાંજનાએ ટ્રોલરની સરખામણી ચપ્પલ સાથે કરાવી
  • સંજનાનો જવાબ સાંભળી ટ્રોલરે કમેન્ટ્સ કરી ડિલીટ
ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહની પત્ની અને ટીવી એન્કર સંજના ગણેશન (Jasprit Bhumrah Wife) હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ટ્રોલર્સને આપવામાં આવેલા જવાબના કારણે ચર્ચામાં છે. સંજના હાલમાં (Sanjana Ganesan) ઓસ્ટ્રેલિયામાં છે અને T20 વર્લ્ડ કપ 2022 કવર કરી રહી છે. આ દરમિયાન તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એડિલેડની એક તસવીર શેર કરી અને પોસ્ટને કેપ્શન આપતા લખ્યું ‘એડીલેડમાં હવામાન અત્યારે બી-ઈ-એ-યુટફુલ છે!

sanjana ganesan.

સંજના ગણેશનનો વળતો જવાબ!

જેમાં ટ્રોલરની સરખામણી ચપ્પલ સાથે કરવામાં આવી હતી આવી સ્થિતિમાં એક સોશિયલ મીડિયા યુઝરે સંજનાની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો અને જસપ્રિત બુમરાહ સાથેના તેના લગ્ન વિશે સવાલ પૂછ્યો ‘મૅમ ભલે એટલી સુંદર પણ નથી, પરંતુ તમને બુમરાહને કઈ રીતે પટાવ્યો.’ આ ટિપ્પણીનો જવાબ આપતાં સંજનાએ લખ્યું ‘ખુદ ચપ્પલ જેવું મોઢું લઈને ફરી રહ્યા છો તેનું શું,’ સંજનાનો ગુસ્સો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ટ્રોલરે કોમેન્ટ ડિલીટ કરી એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાંખ્યું હતું. જો.કે સંજનાની પ્રતિક્રિયા એટલી ઘાતક હતી કે થોડી જ વારમાં તેમની ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

આવી સ્થિતિમાં મામલો બિચકયો હતો. જો.કે બાદમાં સંજના ગણેશને બીજી પોસ્ટ લખીને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સંજનાએ ટ્રોલ કરનારાઓને ભીંસમાં લીધા અને કહ્યું કે એક ટ્રેલરને તેના જ અંદાજમાં જવાબ આપ્યો તો તેમણે કોમેન્ટ ડિલીટ કરી. મારો પ્રશ્ન એ છે કે જો તમે ટ્રોલર છો અને નકારાત્મક ટિપ્પણીનો સામનો કરી શકતા નથી. તો મારી પ્રોફાઈલ પર હજારો ઘાતક કમેન્ટ્સઓ પર હું ચૂપ રહીશ તેવી અપેક્ષા કેવી રીતે રાખો છો! સંજનાએ આગળ કહ્યું આ કેવું રૂટિન છે. તમે કંઈક કહો તો બધું બરાબર છે પરંતુ મારો જવાબ તેઓને હઝમ નથી થઇ રહ્યો તો પછી કોઈના સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા પહેલા બે વાર વિચારો. તે પ્રકારની પોસ્ટ મૂકી હતી.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *