પોતાની ઈજા અંગે જસપ્રિત બુમરાહે તોડ્યું મૌન, છલકાયું T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દર્દ - jasprit bumrah is in pain as he is out of t20 world cup 2022

પોતાની ઈજા અંગે જસપ્રિત બુમરાહે તોડ્યું મૌન, છલકાયું T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દર્દ – jasprit bumrah is in pain as he is out of t20 world cup 2022


ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. પીઠની ઈજાના કારણે બુમરાહ ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. બુમરાહ એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો. એશિયા કપ બાદ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં બુમરાહે કમબેક કર્યું હતું. આ સીરિઝમાં બુમરાહે બે મેચ રમી હતી જેમાં તેણે છ ઓવર કરી હતી. ત્યારબાદ તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ ગયું અને તે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો અને બાદમાં ટી20 વર્લ્ડ કપમાંથી પણ તે બહાર થઈ ગયો છે.

જસપ્રિત બુમરાહે તોડ્યું મૌન
જસપ્રિત બુમરાહે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે અને તેણે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે કે ટી20 વર્લ્ડ કપનો ભાગ ન હોવાના કારણે તે નિરાશ છે. ઝડપી બોલરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, હું નિરાશ છું કે આ વખતે ટી20 વર્લ્ડ કપની ટીમો ભાગ નથી પરંતુ પ્રિયજનોને પ્રાર્થના, કેર અને સપોર્ટ માટે આભાર. જેવો હું સાજો થઈ જઈશ, ટીમને ઓસ્ટ્રેલિયામાં ચીયર કરીશ.

ટીમ માટે ઊભી થઈ છે મુશ્કેલી
જસપ્રિત બુમરાહ હાલમાં વિશ્વના ટોચના બોલર્સમાં સામેલ છે. ડેથ ઓવરમાં તેની બોલિંગ પર રન નોંધાવવા સરળ નથી. એશિયા કપથી લઈને સાઉથ આફ્રિકા સામેની મોટા ભાગની મેચોમાં ભારતીય બોલર્સ ડેથ ઓવર્સમાં મોંઘા રહ્યા છે. ટીમ પાસે તેની પાસે એવો કોઈ બોલર નથી જે સતત સચોટ યોર્કર કરી શકે. આ જ કારણથી ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ચિંતા વધી ગઈ છે. જેના કારણે બુમરાહની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો છે.

કોણ લેશે બુમરાહનું સ્થાન?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે જસપ્રિત બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જોકે, તેનું સ્થાન કોણ લેશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી સવાલ એ છે કે ટીમમાં બુમરાહનું સ્થાન કોણ લેશે. ટીમ પાસે મોહમ્મદ શમી, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ જેવા બોલર્સનો વિકલ્પ છે. દીપક ચહરે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી20 સીરિઝમાં સારી બોલિંગ કરી છે. જ્યારે મોહમ્મદ શમી ઘણા સમયથી મેદાનથી દૂર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *