પાકિસ્તાનઃ PSL ફ્રેન્ચાઈઝી મુલ્તાન સુલ્તાન્સના માલિકે જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી મળી લાશ - pakistat super league franchise multan sultans owner alamgir tareen found dead in his home

પાકિસ્તાનઃ PSL ફ્રેન્ચાઈઝી મુલ્તાન સુલ્તાન્સના માલિકે જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી મળી લાશ – pakistat super league franchise multan sultans owner alamgir tareen found dead in his home


લાહોરઃ પાકિસ્તાન સુપર લીગ (PSL) ફ્રેન્ચાઈઝી મુલ્તાન સુલ્તાન્સના માલિક આલમગીર તરીનની લાહોરના ગુલબર્ગ વિસ્તારમાં આવેલા તેમના ઘરમાંથી લાશ મળી. 63 વર્ષના આલમગીર તરીને પોતે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી આલમગીરની ગણતરી દક્ષિણ પંજાબ (પાકિસ્તાન)ના મોટા બિઝનેસમેનમાં થતી હતી. તેઓ પાકિસ્તાનના સૌથી મોટા વોયર પ્યુરિફિકેશન પ્લાન્ટનું સંચાલન કરતા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમના મોત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. આલમગીરે 2018માં પોતાના ભત્રીજા અલી ખાન તરીન સાથે મળીને મુલ્તાન સુલ્તાન્સ ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. વર્ષ 2021માં તેમણે પોતાના ભત્રીજાના શેર ખરીદી ટીમની પૂરી ઓનરશિપ લઈ લીધી હતી.

મુલ્તાન સુલ્તાંસના સીઈઓ હૈદર અઝહરે પોતે આ સમાચારની પુષ્ટી કરી અને તરીનના પરિવાર પ્રત્યે ઊંડુ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી. સીઈઓ અઝહરે કહ્યું કે, ‘આલમગીર તરીન અમારી ટીમના એક મહત્વ અને સન્માનિત વ્યક્તિ હતા. અમે તેમના અચાનક નિધનથી ઘણા દુઃખી છીએ. આ અવિશ્વસનીય કપરા સમયમાં અમારા વિચાર અને દુઆઓ તેમના પરિવાર સાથે છે.’

પીએસએલ ફ્રેન્ચાઈઝી, લાહોર કલંદર્સે પણ ચોંકાવનારા સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, તરીનના નિધનના સમાચાર સાંભળી બધા સ્તબ્ધ છે. ફ્રેન્ચાઈઝીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘અમે આ કપરા સમયમાં આલમગીર તરીનના પરિવાર અને મુલ્તાન સુલ્તાન્સની સાથે ઊભા છીએ.’

મુલ્તાન સુલ્તાન્સની સત્તાવાર વેબસાઈટ મુજબ, ‘આલમગીર એક ખેલ પ્રેમી હતા, જેઓ મહત્વકાંક્ષી ખેલાડીઓ અને મહિલાઓ માટે એક નક્કર મંચ સ્થાપિત કરવા અને તેઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરી શકે તે માટે દરેક દિશામાં કામ કરવા ઈચ્છતા હતા.’ 2021માં મુલ્તાન સુલ્તાનએ ફાઈનલમાં પેશાવર જાલ્મીને હરાવી પહેલી વખત પીએસએલ ટ્રોફી જીતી હતી. મુલ્તાન સુલ્તાન્સની ટીમમાં મોહમ્મદ રિઝવાન, કાયરન પોલાર્ડ, ટિમ ડેવિડ અને રાઈલી રૂસો જેવા મોટા ખેલાડીઓ રમે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *