પરિવાર નહીં સ્વીકારે તેમ સમજી Happy Bhavsar અને Maulik Nayakએ કરી લીધું હતું બ્રેકઅપ, એક ફિલ્મના કારણે ફરી થયું મિલન - happy bhavsar and maulik nayaks interesting love story friends played important role

પરિવાર નહીં સ્વીકારે તેમ સમજી Happy Bhavsar અને Maulik Nayakએ કરી લીધું હતું બ્રેકઅપ, એક ફિલ્મના કારણે ફરી થયું મિલન – happy bhavsar and maulik nayaks interesting love story friends played important role


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતી હેપ્પી ભાવસારે (Happy Bhavsar) બુધવારે મોડી રાતે નિધન થયું હતું. ફેફસાના કેન્સરના કારણે માત્ર 45 વર્ષી ઉંમરે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેના મિત્રોના કહેવા પ્રમાણે, હેપ્પીનું વ્યક્તિત્વ તેના નામ જેવું જ હતું. તે હંમેશા ખુશ રહેતી અને તેના આસપાસના લોકોમાં પણ ખુશી ફેલાવતી હતી. એકવાર ઈન્ટરવ્યૂમાં પોતાના નામ પાછળની કહાણી જણાવતાં તેણે કહ્યું હતું કે, જ્યારે તે જન્મી ત્યારે રડી નહોતી. ડોક્ટરોએ ખૂબ પ્રયાસ કર્યા હતા. તેથી બાદમાં તેમણે ચૂંટી ખણી હતી અને ત્યારે તે રડી હતી. ડોક્ટરે દિવંગત એક્ટ્રેસના પિતાને કહ્યું હતું કે, ‘તમારું બાળક ખૂબ જ ખુશ છે’. ત્યારે તેના માતા-પિતાએ તેનું નામ હેપ્પી રાખવાનું નક્કી કરી લીધું હતું. હેપ્પી ભાવસારના નામ પાછળની કહાણીની જેમ તેની મૌલિક નાયક સાથેની પ્રેમ કહાણી પણ ખૂબ જ સુંદર અને રસપ્રદ છે.

ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું ફેફસાના કેન્સરના લીધે નિધન, હાલમાં જ બની હતી મમ્મી

હેપ્પી ભાવસાર અને મૌલિક નાયકની લવ સ્ટોરી
હેપ્પી ભાવસારનો પતિ મૌલિક નાયક (Maulik Nayak) પણ જાણીતા રેડિયો પર્સનાલિટીની સાથે-સાથે ફિલ્મ એક્ટર અને થિયેટર આર્ટિસ્ટ છે. બંને વચ્ચે પ્રેમ હેપ્પીના બહેન અનોખીના કારણે પાંગર્યો હતો. વાત એમ છે કે, મૌલિક અને અનોખી કોલેજમાં સાથે અભ્યાસ કરતાં હતા અને ખૂબ સારા મિત્રો હતા. એક દિવસ હેપ્પી તેની બહેનને મળવા માટે કોલેજ પહોંચી હતી અને તે સમયે મૌલિક પણ ત્યાં હતો. બંનેને પહેલી જ નજરમાં એકબીજાને પસંદ આવી ગયા હતા. બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ તેમની વચ્ચે ઉંમરનો વધારે તફાવત હોવાથી પરિવારના સભ્યો રાજી નહીં થાય તેમ વિચારીને અલગ થવાનું નક્કી કર્યું હતું.

‘પ્રેમજી’ના સેટ પર ફરી વધી નિકટતા
હેપ્પી ભાવસાર અને મૌલિક નાયક રિલેશનશિપમાં હતા એ વાતની ગંધ તેમણે અંગત મિત્રોને પણ આવવા દીધી હતી. બંને અલગ થયા તે વિશે પણ તેમણે કોઈને જણાવ્યું નહોતું. કાજોલ અને અજય દેવગણની ફિલ્મ ‘યુ મી ઔર હમ’નું સોન્ગ છે ને ‘જીનકો જીનકો ભી મિલના હૈ લિખા, ઈશ્ક મિલવાયેગા…દૂર દૂર સે ઢૂંઢ ઢૂંઢ કે પાસ લે આયેગા’, તેવું જ કંઈક હેપ્પી અને મૌલિકના કેસમાં થયું હતું. તેમના નસીબમાં ફરીથી મળવાનું લખ્યું હશે અને બંનેને વિજયગીરી બાવાની ફિલ્મ ‘પ્રેમજીઃ રાઈસ ઓફ અ વોરિયર’ ઓફર થઈ હતી. જેમાં હેપ્પીએ ‘કેસર’ જ્યારે મૌલિકે ‘મુકેશ’નું પાત્ર ભજવ્યું હતું. સાથે કામ કરતાં બંને વચ્ચે ફરી નિકટતા વધી હતી અને તેમણે મિત્રોને પણ આખરે જણાવી દીધું હતું.

2016માં હેપ્પી ભાવસાર અને મૌલિક નાયકના થયા લગ્ન
વિજયગીરી બાવા, તેમના પત્ની ટ્વિન્કલ ખન્ના સહિતના મિત્રોએ હેપ્પી ભાવસાર અને મૌલિક નાયકના પરિવારને તેમના સંબંધો વિશે જણાવવાનું બીડું ઝડપ્યું હતું. બંનેના પરિવારે તરત જ સંબંધો સ્વીકારી લીધા હતા. ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી અને 2016માં તેઓ ધામધૂમથી પરણ્યા હતા. લગ્નના છ વર્ષ બાદ તેમના ઘરે ખુશીઓનું આગમન થયું હતું. કપલના ઘરે 2 જૂનના રોજ ટ્વિન્સ દીકરીઓનો જન્મ થયો, જેમનું નામ ક્રિષ્ના અને ક્રિષ્નવી રાખ્યું છે. દીકરીઓના જન્મ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મૌલિકે જણાવ્યું હતું કે, તેઓ માતા-પિતા બન્યા હોવાનું જાણીને તેમના પરિવારજનો જ નહીં પરંતુ મિત્રોની આંખમાં પણ ખુશીના આંસુ આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *