પપ્પાના બર્થ ડે પર Kinjal Daveએ ગિફ્ટમાં આપી સોનાની ચેઈન અને પેન્ડન્ટ, ગર્વ અને ખુશી સાથે સૌને બતાવ્યું - kijal dave celebrate fathers birthday gives gold chain and pendant in gift

પપ્પાના બર્થ ડે પર Kinjal Daveએ ગિફ્ટમાં આપી સોનાની ચેઈન અને પેન્ડન્ટ, ગર્વ અને ખુશી સાથે સૌને બતાવ્યું – kijal dave celebrate fathers birthday gives gold chain and pendant in gift


જેમ દરેક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે તેમ દરેક સફળ મહિલાની સફળતા પાછળ ખાસ કરીને તેના પિતાનો હાથ હોય છે, જે સમાજ શું કહેશે અને શું વિચારશે તેની ચિંતા કર્યા વગર તેમની દીકરીના સપના પૂરા કરવામાં સપોર્ટ કરે છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી પોપ્યુલર થયેલી કિંજલ દવે (Kinjal Dave) માટે પણ તેના પિતા સપોર્ટ સિસ્ટમ છે. જે ગુજરાતમાં ક્યાંય શો કરતી હોય કે પછી વિદેશમાં તેનો કોઈ કાર્યક્રમ હોય તેના પિતા લલિત દવે (Lalit Dave) હંમેશા તેની સાથે રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો શેર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે. હાલમાં જ કિંજલ દવેના પિતાનો બર્થ ડે હતો, જેનું સિંગરે ન માત્ર સેલિબ્રેશન કર્યું પરંતુ એવી ગિફ્ટ આપી જે જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા.

‘જયસુખ ઝડપાયો’માં દર્શકોને હસાવશે જોની લીવર, તેમનું ગુજરાતી સાંભળવાની મજા આવશે


કિંજલ દવેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના પિતાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક જોવા મળી રહી છે. ટેબલ પર ઘણી બધી કેક પડેલી છે. કેક કટિંગ પહેલા દીકરી તરફથી મળેલી ગિફ્ટ જોઈને તેઓ ખુશ થઈ જાય છે. કિંજલે તેમને ગિફ્ટમાં સોનાની ચેઈન અને પેન્ડન્ટ ગિફ્ટમાં આપે છે. આ સિવાય વીડિયોમાં કિંજલ દવેએ પિતા સાથેની યાદગાર ક્ષણોની ઝલક પણ શેર કરી છે. બેકગ્રાઉન્ડમાં ‘મેરે પાપા મેરા સંસાર હૈ’ સોન્ગ વાગી રહ્યું છે.

વીડિયોની સાથે તેણે લખ્યું છે ‘ક્યારેક તમારી પાસે લગાણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો હોતા નથી. તેથી કંઈ કહેવા માગતી નથી માત્ર આઈ લવ યુ. તમને સૌથી વધારે પ્રેમ કરું છું’. સિંગરના પિતા લલિત દવેએ કોમેન્ટ કરીને લખ્યું છે ‘અમુકવાર શબ્દ બોલવા માટે જીભ અને શ્વાસ બને રોકાઈ જાય છે. બસ અહેસાસ કરી શકાય છે નિ:શબ્દ’

મિડલ ક્લાસ પરિવારમાંથી આવતો Yash Soni આજે બની ગયો છે પોપ્યુલર એક્ટર, પરંતુ હજી ખતમ નથી થયો આર્થિક સંઘર્ષ


કિંજલ દવેના ભાઈ આકાશ દવેએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર પિતા લલિત દવેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તેની ભાવિ પત્ની અને કિંજલ દવેના ફિયાન્સે સહિતના પરિવારના સભ્યો જોવા મળી રહ્યા છે. કેપ્શનમાં તેણે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે.


લલિત દવે પણ બર્થ ડે સેલિબ્રેશનમાં સૌથી વધારે ખુશ દેખાતા હતા. તેમણે પણ ઉજવણીની ઝલક દેખાડતી તસવીરો શેર કરી છે, સાથે જ શુભેચ્છાઓ પાઠવનારાઓનો આભાર માન્યો છે.

કિંજલ દવેની વાત કરીએ તો, તે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી પોપ્યુલર થઈ હતી. તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કાર્યક્રમ કરે છે. ગરબા ઈવેન્ટથી લઈને લોકડાયરો કરતી કિંજલ દવેના પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. સિંગરના અવાજના લોકો એટલા દિવાના છે કે જ્યારે તે ગાવાનું શરૂ કરે ત્યારે ચાહકો તેના પર નોટોનો વરસાદ કરવા લાગે છે.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *