ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આવું કરનારો રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન - team india number one across three formats in icc ranking

ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આવું કરનારો રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન – team india number one across three formats in icc ranking


નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં એક મોટો ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા હવે ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે અને એક જ સમયમાં આવું કરનારો રોહિત શર્મા ભારતના પહેલાં કેપ્ટન બની ગયો છે. ટીમ ઈન્ડિયા ટી20માં પહેલેથી જ નંબર વન રેન્કિંગ હાંસલ કરી ચૂકી છે, જ્યારે ન્યૂઝિલેન્ડ સીરીઝ દરમિયાન મહેમાન ટીમને હરાવીને આઈસીસી વનડે રેન્કિંકમાં નંબર વનની પોઝીશન મેળવી હતી. એ પછી નાગપુરમાં ઓસ્ટ્રેલિયા ટીમની ઈનિંગ અને 132 રનથી હરાવીને ટેસ્ટમાં પણ ટોપ પોઝીશન હાંસલ કરી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે ન્યૂઝિલેન્ડને હરાવ્યું તો ન્યૂઝિલેન્ડ વનડેમાં નંબર વન હતું અને હવે ઓસ્ટ્રેલિયાને હરાવ્યં ત્યારે પણ તે નંબર વન ટેસ્ટ ટીમ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રેટિંગની સાથે બીજા નંબરે સરકી ગયું છે. જ્યારે ટીમ ઈન્ડિયા 115 આંકડાની સાથે નંબર વન બની ગયું છે.

ભારત અને ભારતીય ખેલાડીઓ ક્યાં ક્યાં છે નંબર વન?
નંબર-1 ટેસ્ટ ટીમ-ટીમ ઈન્ડિયા
નંબર-1 T20I ટીમ-ટીમ ઈન્ડિયા
નંબર-1 ODI ટીમ-ટીમ ઈન્ડિયા
નંબર-1 ODI બોલર-મોહમ્મદ સિરાજ
નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર-રવિન્દ્ર જાડેજા
સ્ટિંગમાં ફસાયેલા BCCIના ચેતન શર્માની ઊંધી ગણતરી શરું, 4 મહિનામાં બીજી વાર થશે ‘આઉટ’?
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે
આઈસીસી દ્વારા દર બુધવારે તાજા રેન્કિંક જારી કરવામાં આવે છે. નાગપુર ટેસ્ટ ખતમ થયા બાદ આ પહેલી તક હતી કે જ્યારે રેન્કિંગ અપડેટ થઈ છે. આ જ કારણે ટીમ ઈન્ડિયાને અહીં બમ્પર ફાયદો થયો છે. હવે ટેસ્ટમાં ભારતના 115 પોઈન્ટ્સ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા નંબર-2 પર પહોંચી ગઈ છે અને તેના 111 રેટિંગ્સ પોઈન્ટ છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે કે ટીમ એક સાથે ત્રણેય ફોર્મેટમાં નબંર એક પર હોય. ભારતીય ટીમ ટી-20 અને વનડે ફોર્મેટમાં પહેલેથી જ નંબર વન પર હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ શરુ થયાના પહેલેથી જ ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર વન પર હતી, પરંતુ નાગપુરમાં ઈનિંગ્સ અને 132 રનોથી મળેલી હાર બાદ અહીં ભારત નંબર વન બની ગયું છે.

ટેસ્ટ ક્રિકેટમાં ક્યારે ક્યારે નંબર વન બની ટીમ ઈન્ડિયા?
ભારતીય ટીમ પહેલીવાર 1973માં ટેસ્ટ રેન્કિંકમાં નંબર-1 બની હતી, એ પછી ટીમ ઈન્ડિયાને લાંબી રાહ જોવી પડી હતી. વર્ષ 2009માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની હતી. એ પછી 2011 સુધી એ જ નંબર પર રહી. એ પછી વિરાટ કોહલીની આગેવાનીમાં 2016માં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ટોપ પર પહોંચી હતી અને એપ્રિલ 2020માં સતત નંબર-1 પર રહી હતી. ત્યારથી ટીમ ઈન્ડિયા ટોપ-3માં હતી, પરંતુ હવે એક વાર ફરી તે નંબર-1 પર પહોંચી ગઈ છે.
ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનીને ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આવું કરનારો રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન - team india number one across three formats in icc rankingલગ્નમાં Hardik Pandyaએ દેખાડ્યા ડાન્સ મૂવ્સ, Natasa Stankovic પર એટલો પ્રેમ વરસાવ્યો કે મહેમાનો પણ જોતા રહી ગયા
પ્લેયર્સને પણ પહોંચ્યો બમ્પર ફાયદો
માત્ર ટીમ તરીકે નહીં પણ તાજા આઈસીસી રેન્કિંગમાં ભારતીય પ્લેયર્સને પણ જબરજસ્ત ફાયદો થયો છે. નાગપુર ટેસ્ટમાં સદી ફટકારનારા કેપ્ટન રોહિત શર્મા હવે બોલરોની રેન્કિકમાં પણ નંબર 8 પર આવી ગયો છે. એ સિવાય ઋષભ પંત સાતમા નંબરે જ ટોપ-10માં સામેલ અન્ય ભારતીય ક્રિકેટર છે. બોલર્સની લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર આવી ગયો છે. નાગપુર ટેસ્ટમાં તેણે 8 વિકેટો લીધી હતી. એ સિવાય જસપ્રીત બુમરાહ નંબર 5 પર છે. જો ઓલરાઉન્ડરની લિસ્ટની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા નંબર-1 અને રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર પહેલેથી જ છે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *