હવે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ શરૂ થવાની છે તે પહેલા ટીમે પ્રેક્ટિસ કરી હતી. જેમાં વિરાટ કોહલીએ લાંબા સમય સુધી બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે સ્પિનર અક્ષર પટેલ નેટ પ્રેક્ટિસમાં મોટા શોટ્સ રમતો જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીનો ઉપયોગ પાર્ટ ટાઈમ બોલર તરીકે પણ કરી શકે છે.