Chetan Sharma resign: ચેતન શર્માએ બીસીસીઆઈના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. એક સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ ચેતન શર્માએ રાજીનામું આપી દીધું છે. તેઓ સ્ટિંગ ઓપરેશનમાં એવું કહેતા નજરે પડ્યા હતા કે, ભારતીય ક્રિકટ પ્લેયર્સ ફેક ઈન્જેક્શન લઈને રમે છે. એટલું જ નહીં તેઓએ એવું પણ કહ્યું હતું કે, રોહિત શર્મા અડધો કલાક સુધી મારી સાથે ફોન પર વાતો કરે છે.