આ અંગે BCCIના સૂત્રોનું કહેવું છે કે, “એ નક્કી છે બુમરાહ T20 વર્લ્ડકપ રમી શકશે નહીં. તેને પીઠમાં ગંભીર ઈજા હોવાથી તે 6 મહિના સુધી ટીમની બહાર રહેશે.” ચર્ચા હતી કે ટીમમાં બુમરાહની જગ્યાએ દીપક ચહર કે મોહમ્મદ શમીને જગ્યા આપવામાં આવી શકે છે, પરંતુ સિલેક્ટર્સે સિરાજને તક આપવાનો નિર્ણય લીધો છે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે શમી-ચહરને સ્ટેન્ડબાય રાખ્યા છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે બે T20 રમી હતી.
હાલમાં મળ્યો હતો બ્રેક
ભારતના વ્યસ્ત કાર્યક્રમને જોતા સિનિયર ખેલાડીઓને હાલ બ્રેક આપવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે બુમરાહએ 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં રમ્યો હતો અને આ સિવાય 5 ટેસ્ટ, 5 વનડે અને આટલી T20 પણ રમ્યો હતો. આ પછી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને બુમરાહને બ્રેક આપવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે “ઘણી મેચો રમાય છે અને તેના કારણે એશિયા કપ, વેસ્ટ ઈન્ડિઝ સહિત ભારતમાં રમાયેલી સિરીઝ દરમિયાન બુમરાહને બ્રેક આપવામાં આવ્યો હતો.” જોકે, બુમરાહનું કમબેક થયા પછી ઈન્જરીના કારણે તેણે બહાર થવું પડ્યું છે. તેમણે આગળ કહ્યું કે, “હવે બુમરાહે NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)માં છે અને લાંબા ‘રિહેબ’માંથી પસાર થવું પડશે. ભારત માટે T20 વર્લ્ડકપ મહત્વપૂર્ણ છે પરંતુ તેઓ (જસપ્રીત બુમરાહ) ઘણાં યુવાન છે અને બોલિંગમાં ભારત માટે મહત્વના છે. તમે તેમને લઈને જોખમ ના ઉઠાવી શકો.”
જાડેજા પણ નહીં હોય
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાદ બુમરાહ પણ સિનિયર ભારતીય ખેલાડી છે કે જે વર્લ્ડકપમાં રમી શકશે નહીં. જાડેજાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. ભારતીય ટીમ આ સમયે સારી સ્થિતિમાં નથી અને એવામાં બુમરાહ ઘાયલ થવાથી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની મુશ્કેલી વધી છે. અધિકારીઓએ કહ્યું કે જાડેજાનું બહાર થવું ભારત માટે મોટો ઝાટકો છે. અમે નહોતું વિચાર્યું કે આવું થશે.