અલ્ટીમેટ ખો ખો: ચેન્નઈ ક્વિક ગન્સને હરાવી ગુજરાત જાયન્ટ્સ ટીમ ફરી ટોચ પર પહોંચી - ultimate kho kho gujarat giants beat chennai quick guns and reclaim number one position in point table

અલ્ટીમેટ ખો ખો: ચેન્નઈ ક્વિક ગન્સને હરાવી ગુજરાત જાયન્ટ્સ ટીમ ફરી ટોચ પર પહોંચી – ultimate kho kho gujarat giants beat chennai quick guns and reclaim number one position in point table


અલ્ટીમેટ ખો ખો લીગમાં ગુજરાત જાયન્ટ્સની ટીમનું ધમાકેદાર પ્રદર્શન યથાવત રહ્યું છે. જગન્નાથ દાસના નેતૃત્વમાં ગુજરાત જાયન્ટ્સે તેમના ડિફેન્ડર્સના શાનદાર પ્રદર્શન (14 બોનસ પોઈન્ટ્સ)ના આધારે શુક્રવારે પૂણેના મહાલુંગે ખાતે શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ ક્વિક ગન્સને ફરી એકવાર 6 પોઈન્ટથી હરાવ્યું હતું. ચેન્નઈ ક્વિક ગન્સને હરાવીને ગુજરાત જાયન્ટ્સની ટીમ ફરી ટેબલ ટોપર્સ બની છે.

ગુજરાતે આ મેચ 50-44ના માર્જીનથી જીતી લીધી હતી. સાત મેચમાં પાંચ વિજય સાથે ગુજરાત જાયન્ટ્સની ટીમ 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે આવી ગઈ છે. બીજી તરફ ચેન્નઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને સાત મેચમાં આ તેનો ચોથો પરાજય હતો. ચેન્નઈ છ ટીમના પોઈન્ટ ટેબલમાં નવ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. જગન્નાથે (3.42 મિનિટ) શાનદાર ડિફેન્સ પ્રદર્શન કરીને ગુજરાતને ત્રીજા ટર્નમાં છ બોનસ પોઈન્ટ અપાવ્યા હતા.

પ્રથમ બેચમાંથી સાગર પોતદાર (2.51 મિનિટ) અને નિલેશ પાટીલે (3.06 મિનિટ) તેને ચાર પોઈન્ટ આપ્યા હતા જ્યારે પાવરપ્લેની મધ્યમાં અભિનંદન પાટીલે (3.03 મિનિટ) પણ ચાર બોનસ પોઈન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં ગુજરાત માટે સુયશ ગરગેટે સૌથી વધુ 8 પોઈન્ટ બનાવ્યા હતા જ્યારે રંજન શેટ્ટી અને અક્ષય ભાંગરેએ 7-7 પોઈન્ટ લીધા જ્યારે અમિત પાટીલે ચેન્નઈ માટે સૌથી વધુ 10 પોઈન્ટ બનાવ્યા.

મેચના પ્રથમ હાફ પછી સ્કોર 26-23 ગુજરાતની તરફેણમાં હતો. આ હાફમાં ગુજરાતે 18 ટચ પોઈન્ટ અને 8 બોનસ જ્યારે ચેન્નઈએ 19 ટચ પોઈન્ટ અને ચાર બોનસ પોઈન્ટ પોતાના નામે કર્યા હતા. ત્રીજા ટર્નમાં જગન્નાથ દાસે (3.42 મિનિટ) અદ્ભુત ડિફેન્સ કરીને ગુજરાતને છ બોનસ પોઈન્ટ અપાવ્યા હતા. આ 6 પોઈન્ટ ગુજરાતને ફરીથી લીડ પર લાવ્યા છે. જોકે, પાવરપ્લેમાં ચેન્નઈએ ત્રીજી બેચને 1.31 મિનિટમાં આઉટ કરીને 37-32ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે આ ટર્નના અંત સુધીમાં ચેન્નઈએ 42-32ની સરસાઈ મેળવી લીધી હતી. ચેન્નાઈની પ્રથમ બેચને 2.21 મિનિટમાં આઉટ કર્યા પછી ગુજરાતે સ્કોર 38-42 પર લઈ લીધો અને બાદમાં મેચ જીતી લીધી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *