અનુષ્કા શર્મા સાથેની પહેલી મુલાકાત વખતે નર્વસ થયો હતો વિરાટ કોહલી -I am Gujarat

અનુષ્કા શર્મા સાથેની પહેલી મુલાકાત વખતે નર્વસ થયો હતો વિરાટ કોહલી -I am Gujarat


વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ઈન્ડસ્ટ્રીના પાવરફુલ કપલમાંથી એક છે. લગ્ન થયા ત્યારથી તેઓ ક્યારેય પણ ફેન્સને કપલ ગોલ્સ આપવામાં નિષ્ફળ રહ્યા નથી. તેઓ અવારનવાર પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળેલા એકબીજાના સપોર્ટ વિશે વાત કરતાં રહે છે. કોહલીએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું તે પહેલા પત્ની સાથે થયેલી વાતચીતની સરપ્રદ કહાણી હાલમાં જણાવી હતી. સારા મિત્ર અને પૂર્વ સાઉથ આફ્રિકન બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે વાતચીત કરતાં ક્રિકેટરે તેની લવ સ્ટોરી શેર કરી હતી. આ સાથે તેમની પહેલી મુલાકાત અને સમય જતાં તેઓ ફ્રેન્ડ્સ કઈ રીતે બન્યા તે જણાવ્યું હતું.

એકસમયે અજય જાડેજાના પ્રેમમાં પાગલ હતી માધુરી દીક્ષિત! ઘર-પરિવાર પણ છોડવા તૈયાર હતી!

અનુષ્કા સાથેની પહેલી મુલાકાત વખતે નર્વસ હતો કોહલી
વિરાટ કોહલી અને અનુશ્કા શર્માની પહેલી મુલાકાત 2013માં એક એડ શૂટ દરમિયાન થઈ હતી. જ્યારે ક્રિકેટર એક્ટ્રેસને સેટ પર મળ્યો ત્યારે ખૂબ નર્વસ હતો અને આ સ્થિતિમાં તેણે ગંદો જોક માર્યો હતો. આ વિશે વાત કરતાં કોહલીએ જણાવ્યું હતું કે ‘સેટ પર ગયો તે પહેલા હું ચિંતિત હતો. હું વિચારી રહ્યો હતો કે ‘હું તેને હાઈ કેવી રીતે કહીશ? હું તેને શું કહીશ?’. મારું મગજ એકદમ બંધ થઈ ગયું હતું. હું તેનાથી પાંચ મિનિટ પહેલા સેટ પર પહોંચી ગયો હતો. તે કેટલી ઊંચી હતી તેની મને ખબર નહોતી. નર્વસ હોવાના કારણે મારું ધ્યાન સૌથી પહેલા તેની હીલ્સ પર ગયું હતું. તે ઊંચી છે અને હીલ્સ પહેરી હોવાથી વધારે ઊંચી લાગતી હતી. મેં તરત તેને પૂછ્યું હતું ‘શું તને આનાથી વધારે ઊંચુ પહેરવા માટે કંઈ ન મળ્યું?’ અને તેણે કહ્યું હતું ‘એકસક્યુઝ મી’. તે ખૂબ ખરાબ હતું. હું નર્વસ પહેલાથી હતો અને આ વાત બાદ વધારે થયો હતો. પરંતુ જેમ શૂટ થતું ગયું તેમ મને સમજાયું કે તે સામાન્ય વ્યક્તિ જેવી જ હતી. અમે વાત શરૂ કરી ત્યારે ખબર પડી કે અમારું બેકદગ્રાઉન્ડ સરખું હતું. ત્યાંથી અમે ફ્રેન્ડ્સ બન્યા અને ધીમે-ધીમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું’.

મેચ રમવાની તક ન મળતા એક્ટિંગના માર્ગે શિખર ધવન! પોપ્યુલર સીરિયલમાં પોલીસના રોલમાં દેખાશે?

હું સારો વ્યક્તિ હોવાનું અનુષ્કાને સમય જતાં સમજાયુંઃ વિરાટ
કોહલીએ ઉમેર્યું હતું કે, ‘હું તેને ડેટ કરવા લાગ્યો હોવાનું મને લાગતું હતું. અમે થોડા મહિના સાથે ફર્યા હતા. મને યાદ છે કે એક દિવસ મેં તેને મેસેજ કર્યો હતો કે ‘જ્યારે હું સિંગલ હતો ત્યારે આ કરતો હતો અને તે કરતો હતો…’ રિપ્લાયમાં તેણે લખ્યું હતું ‘તું તેમ કરતો હતો તેનો અર્થ શું છે?’. અમે ડેટ કરી રહ્યા હોવાનું મેં મગજમાં વિચારી લીધું હતું. તેથી, ફરીથી વિચિત્ર સ્થિતિ ઉભી થઈ હતી. જો કે, સમય જતાં હું એક સારો વ્યક્તિ હોવાની તેને જાણ થઈ હતી’. જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા અને જાન્યુઆરી 2021માં તેમના ઘરે દીકરી વામિકાનો જન્મ થયો હતો.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *