કોહલીને મળવા પાકિસ્તાનથી દુબઈ પહોંચ્યો ફેન, ક્રિકેટરે નિરાશ ન કરીને જીતી લીધું દિલ
શુભમન ગિલે શેર કરી તસવીર
શુભમન ગિલે આશરે બે દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોશૂટની એક તસવીર શેર કરી હતી. સાથે કેપ્શનમાં તેણે જે લખ્યું હતું તેને પણ ફેન્સ બ્રેકઅપ સાથે જોડી રહ્યા છે. તેણે લખ્યું હતું ‘ભવિષ્ય પ્રત્યે પ્રામાણિક છું, ભૂતકાળ પ્રત્યે નહીં’. તેની મહિલા ચાહકોએ કોમેન્ટ કરીને તેને ‘હેન્ડસમ’ અને ‘હોટ’ ગણાવ્યો હતો, તો કેટલીકે હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા.
IND vs PAK: રોહિત શર્મા કે કોહલીથી નહીં પરંતુ આ ક્રિકેટરથી ડરેલી છે પાકિસ્તાનની ટીમ
શુભમને કાર ખરીદતાં સારાએ માન્યો હતો આભાર
આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં શુભમન ગિલે કાર ખરીદી હતી. તેણે પોતાને રેન્જ રોવર ગિફ્ટ કરી હતી. જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ઘણા લોકોએ તેને આ માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમાંથી એક સારા તેંડુલકર પણ હતી. તેણે ‘અભિનંદન’ લખ્યું હતું અને બ્લેક હાર્ટ ઈમોજી મૂક્યું હતું. ક્રિકેટરે તરત આભાર માનતાં લખ્યું હતું ‘ખૂબ ખૂબ આભાર’. હાર્દિક પંડ્યા પણ બંનેની મજાક ઉડાવતા વચ્ચે કૂદી પડ્યો હતો અને રિપ્લાયમાં લખ્યું હતું ‘તેના તરફથી મોસ્ટ વેલકમ’.
IPL 2022માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો હતો શુભમન
શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022માં નવી ટીમ ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો હતો, જેનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતા. તેણે આ દરમિયાન સારું પર્ફોર્મ કર્યું હતું. ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝની ટુર વખતે પણ શુભમન સદી ફટકારવાની નજીક હતો પરંતુ વરસાદના કારણે 98 રન પર અણનમ રહ્યો હતો. જો કે, ઝિમ્બાબ્વે સામે મેચ રમતી વખતે તેણે 130 રન ફટકારીને શાનદાર પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું.