રોસ ટેલરનો મોટો ધડાકોઃ 'IPLની ટીમના માલિકે ચહેરા પર ત્રણ-ચાર થપ્પડ મારી હતી' - ross taylor explosive allegation against ipl team owner slapped me across the face 3 4 times

રોસ ટેલરનો મોટો ધડાકોઃ ‘IPLની ટીમના માલિકે ચહેરા પર ત્રણ-ચાર થપ્પડ મારી હતી’ – ross taylor explosive allegation against ipl team owner slapped me across the face 3 4 times


ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને દિગ્ગજ બેટર રોસ ટેલરે પોતાની આત્મકથામાં એક મોટો ખુલાસો કર્યો છે. ટેલરની આત્મકથા ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ આ સપ્તાહની શરૂઆતમાં રીલિઝ થઈ છે. પોતાના આ પુસ્તકમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જ્યારે તે રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો હતો ત્યારે ટીમના એક માલિકે તેને ચહેરા પર ત્રણ-ચાર થપ્પડ મારી હતી. તેણે લખ્યું છે કે કિંગ્સ ઈલેવન પંજાબ (હાલમાં પંજાબ કિંગ્સ) વિરુદ્ધ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો ત્યારે રાજસ્થાન રોયલ્સના માલિકોમાંથી એક માલિકે તેના ચહેરા પર ત્રણ-ચાર થપ્પડ મારી હતી. જોકે, તેણે લખ્યું છે કે તે થપ્પડ એટલી જોરદાર ન હતી પરંતુ તે ખાતરીપૂર્વક નથી કહી શકતો કે તેઓ એ મજાકમાં જ આમ કર્યું હતું કે નહીં.

ટેલરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સની મેચ હતી. મેચ બાદ ટીમ, સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટ હોટલના ટોપ ફ્લોર પર બારમાં હતા. લિઝ હર્લી શેન વોર્ન સાથે ત્યાં હતી. રાજસ્થાન રોયલ્સના માલિકોમાંથી એક માલિકે મને કહ્યું હતું કે, રોસ અમે તને શૂન્ય પર આઉટ થવા માટે લાખો ડોલર ખર્ચ કરતા નથી અને મારા ચહેરા પર ત્રણ-ચાર થપ્પડ મારી હતી.

તેઓ હસી રહ્યા હતા અને તે થપ્પડ જોરથી ન હતી મારી પરંતુ હું ખાતરીપૂર્વક કહી શકતો નથી કે તે આખી ઘટના મજાક હતી કે નહીં. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તે વાતને મુદ્દો બનાવવા ઈચ્છતો ન હતો પરંતુ મારી પ્રોફેશનલ કારકિર્દીમાં આવી ઘટના બનશે તેવી હું કલ્પના પણ કરી શકતો ન હતો.

નોંધનીય છે કે આઈપીએલનો પ્રારંભ 2008થી થયો હતો અને ત્યારથી રોસ ટેલર તેનો ભાગ રહ્યો છે. 2008થી 2010 દરમિયાન તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમ્યો હતો. ત્યારબાદ 2011માં તે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. તે દિલ્હી કેપિટલ્સ ટીમ માટે પણ રમ્યો હતો જે તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ તરીકે ઓળખાતી હતી. આ ઉપરાંત તે પૂણે વોરિયર્સ ઈન્ડિયા માટે પણ રમ્યો હતો જે ટીમ હાલમાં આઈપીએલનો ભાગ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *