રિલીઝ થઈ Siddharth Randeriaની ફિલ્મ Kahevatlal Parivar, મનોરંજન-ડ્રામા અને સસ્પેન્સથી છે ભરપૂર - kahevatlal parivar film releases which is full of love laughter entertainment

રિલીઝ થઈ Siddharth Randeriaની ફિલ્મ Kahevatlal Parivar, મનોરંજન-ડ્રામા અને સસ્પેન્સથી છે ભરપૂર – kahevatlal parivar film releases which is full of love laughter entertainment


વિપુલ મહેતાના (Vipul Mehta) ડિરેક્શનમાં બનેલી અને રાશ્મિન મજેઠીયાએ (Rashmin Majithia) પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ (Kahevatlal Parivar) રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ખુશી, લાગણી, હાસ્ય, વ્યંગ અને પરિવારના પ્રેમથી ભરેલી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, વંદના પાઠક, શ્રદ્ધા ડાંગર, ભવ્ય ગાંધી અને સંજય ગોરડિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે.

 

થિયેટરમાં રિલીઝ થઈ ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’

અત્યારના આ વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે સમય વીતાવવાની તક મળે તે પણ એક ભેટ સમાન છે. અને ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ (Kahevatlal Parivar) જે આજે રિલીઝ થઈ છે, તે પણ તેના વિશે જ છે. આ ફેમિલી કોમેડી-ડ્રામામાં દરેક માટે કંઈકનું કંઈક છે, ફિલ્મ એન્ટરટેન્મેન્ટનું કમ્પ્લીટ પેકેજ છે જે તમે આખા પરિવાર સાથે બેસીને નિહાળી શકો છો. જ્યારથી ફિલ્મનું મોશન પોસ્ટર, ટ્રેલર અને સચિન-જીગરના સુમધુર સોન્ગ (ઉઠો-ઉઠો વહુરાણી અને હોળી આવી હોળી ) રિલીઝ થયું ત્યારથી જ દર્શકો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક દિગ્ગજ એક્ટર્સને સ્ક્રીન પર એકસાથે જોવા માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોકનટ મિશન પિક્ચર્સ આ ફિલ્મ માટે યુનિક સ્ટાર કાસ્ટ હોય તેની ખાતરી કરી હતી. આ ફિલ્મ દરેક માટે વેકેશન ટ્રીટ છે, જે કોઈ પણ તેના પરિવાર સાથે એન્જોય કરી શકે છે.

એક નાનકડાં સર્વેમાં ભાગ લો અને મેળવો નવોનક્કોર Samsung Galaxy M32 જીતવાની તક
ટ્રેલરને પહેલાથી જ દરેક વયજૂથના દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે મેકર્સને આશા છે કે દરેકના તેમના પરિવાર અને મિત્રો સાથે ફિલ્મ જોવાની મજા આવશે. કોરોના મહામારીના કારણે ઘણા સમય સુધી મલ્ટિપ્લેક્સિસ અને મૂવી હોલ બંધ રહ્યા હતા, ત્યારે હવે ફરીથી મોટી સ્ક્રીન પર ફેમિલી ડ્રામા જોવાનો સમય આવી ગયો છે.

એક્ટ્રેસના પ્રેમમાં છે ‘ચાલ જીવી લઈએ!’ ફેમ યશ સોની, પરિવારના આશીર્વાદ મળ્યા બાદ કરી જાહેરાત
પ્રોડ્યૂસર રાશ્મિન મજેઠીયાએ (Rashmin Majithia) જણાવ્યું હતું કે, ‘ઘણી બધી ફિલ્મો એવી હોય છે જે આપણું ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ માત્ર કેટલીક જ એવી ફિલ્મો હોય છે ડે દર્શકોને જ્યાં સુધી તે પૂરી ન થાય ત્યાં સુધી જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. જે સમયમાં અલગ રહેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે અમે તેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે સાથે રહેવાના મહત્વને સમજાવે. સોન્ગ અને ટ્રેલરને જે પ્રકારનો રિસ્પોન્સ મળ્યો છે તે હૃદયસ્પર્શી છે. અમે ફિલ્મ અમારા બાળકની જેમ બનાવી છે અને હવે તે દર્શકોને સોંપી રહ્યા છીએ. ફિલ્મને અમે જેટલો પ્રેમ અને હૂંફ આવી છે એટલું જ દર્શકો તરફથી મળશે તેવી અમારી અપેક્ષા છે’.

એક્ટિંગ છોડ્યા બાદ ‘નંદિની’એ મંદિરમાં સેવા કાજે સમર્પિત કર્યું જીવન, ગાયોની રાખી રહી છે સંભાળ
ફિલ્મના એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાએ (Siddharth Randeria) કહ્યું હતું કે, ‘આ દરેક, જેમાં જોક્સ અને વ્યંગ હાઈલાઈટ છે. આ હળવી દલીલ કરતી વખતે કહેવતનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાની આદર્શ તક છે. તમે સાચા હો કે ખોટા દરેક સંદર્ભમાં કહેવતના ઉપયોગથી તમારી જીત થાય છે. કહેવત તમે સાચા છો તેવી ઈમ્પ્રેસન ઉભી કરે છે. ફિલ્મ એ ફેમિલી ગેટ-ટુગેધર માટેની પર્ફેક્ટ તક છે’.

વિપુલ મહેતા (Vipul Mehta) દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ મનોરંજન, સ્ટાર્સ, લાગણી, પ્રેમ, સસ્પેન્સ, ડ્રામા અને સૌથી મહત્વપૂર્ણ પરિવારની ઉજવણી છે. આ ફિલ્મ પરિવાર સાથે જોવા માટે પર્ફેક્ટ છે. તમે પણ તમારા પરિવાર સાથે ફિલ્મ જોવાની મજા માણી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *