India vs Australia 3rd ODI 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ડીઆરએસ લેવાની જીદ કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ ઈચ્છા ન હોવા છતાં ડીઆરએસ લીધો હતો. જોકે, ભારતનો આ રિવ્યુ નિષ્ફળ રહેતા રોહિત કુલદીપ પર રોષે ભરાયો હતો.
