પ્રથમ T20: ઓસ્ટ્રેલિયાનો વિજય, 209 રનનો લક્ષ્યાંક ના બચાવી શક્યા ભારતીય બોલર્સ - india vs australia first t20 at punjab cricket association is bindra stadium mohali 2022

પ્રથમ T20: ઓસ્ટ્રેલિયાનો વિજય, 209 રનનો લક્ષ્યાંક ના બચાવી શક્યા ભારતીય બોલર્સ – india vs australia first t20 at punjab cricket association is bindra stadium mohali 2022


હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની તોફાની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે 209 રનનો કપરો લક્ષ્યાંક મૂક્યો હોવા છતાં ભારતીય બોલર્સ તેનો બચાવ કરી શક્યા ન હતા. જેના કારણે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને મંગળવારે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એરોન ફિંચે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટે 208 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેમાં હાર્દિકે અણનમ 71 અને રાહુલે 55 રનની ઈનિંગ્સ રમી હતી. 209 રનના લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ તોફાની બેટિંગ કરી હતી અને 19.2 ઓવરમાં છ વિકેટે 211 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે કેમેરોન ગ્રીને સૌથી વધુ 61 રનની ઈનિંગ્સ રમી હતી.

લોકેશ રાહુલની અડધી સદી, સૂર્યકુમાર યાદવની તાબડતોબ બેટિંગ
ભારત માટે લોકેશ રાહુલ અને સુકાની રોહિત શર્માની જોડી ઓપનિંગમાં આવી હતી. ભારતની શરૂઆત આક્રમક રહી હતી પરંતુ ટીમે રોહિત શર્માની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. રોહિત અને રાહુલની જોડીએ 2.4 ઓવરમાં 21 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા નવ બોલમાં 11 રન નોંધાવીને આઉટ થયો હતો. એશિયા કપમાં શાનદાર બેટિંગ કરનારો વિરાટ કોહલી ફક્ત બે રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ રાહુલ અને સૂર્યકુમાર યાદવની જોડીએ આક્રમક બેટિંગ કરીને ટીમના સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો. આ જોડીએ 68 રનની ભાગાદીરી નોંધાવી હતી. રાહુલે 35 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 55 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 25 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 46 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.

હાર્દિક પંડ્યાનો ઝંઝાવાત, ઓસ્ટ્રેલિયન બોલર્સની કરી ધોલાઈ
સારી શરૂઆત મળ્યાનો ફાયદો હાર્દિક પંડ્યાએ ઉઠાવ્યો હતો. તેણે કોઈ પણ જાતના દબાણ વગર ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઈ કરી હતી. તેણે 25 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી દીધી હતી. જોકે, ત્યારબાદ પણ તે અટક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયન બોલર્સ પર આક્રમણ જારી રાખ્યું હતું. ભારતીય ઈનિંગ્સની અંતિમ ઓવરના અંતિમ ત્રણ બોલ પર તેણે ત્રણ સિક્સર ફટકારી હતી. તેણે 30 બોલમાં અણનમ 71 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. અક્ષર પટેલ અને દિનેશ કાર્દિકે છ-છ તથા હર્ષલ પટેલે અણનમ સાત રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસે ત્રણ, જોસ હેઝલવૂડે બે તથા ગ્રીને એક વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *