ભારતને જોઈએ બે જીત
ભારતને 62.50 ન્યૂનતમ ટકાનો આંકડો મેળવવા માટે આ સીરિઝની બચેલી ત્રણમાંથી બે મેચોમાં જીતની જરુર છે. જેનાથી ત્રીજા નંબર પર રહેલી શ્રીલંકાની ટીમ આ રેસમાંથી બહાર ફેંકાઈ જશે. જો ભારત બચેલી ત્રણેય મેચો જીતા જાય છે તો ટીમ સર્વશ્રેષ્ઠ સંભવ ટકા 68.06 થઈ શકે છે. ભારતની ઈનિંગ જીતથી WTC ફાઈનલની દોડમાં જ્યારે ઓસ્ટ્રેલિયાની જોવાતી રાહ વધી ગઈ છે. તો ઈંગલેન્ડ અને વેસ્ટઈન્ડીઝની ટેસ્ટ ચેમ્પિયનશિપ 2022-23માં સ્થાન મેળવે એવી આશાથી જોરદાર ઝટકો લાગ્યો છે.
ઓસ્ટ્રેલિયાની સાથે શ્રીલંકા પણ દાવેદાર
ઓસ્ટ્રેલિયાનીપાસે WTC ફાઈનલમાં પહોંચવા માટે ખૂબ જ ટકાવારીનો આંકડો છે, પરંતુ ભારત સામે 0-4ની હારથી ત્રીજા નંબર પર આવી ગયેલી શ્રીલંકાની ટીમ ફરીથી રેસમાં આવી શકે છે, કારણ કે તેને ન્યૂઝિલેન્ડ સામે આગામી અઠવાડિયે બે મેચોની ટેસ્ટ સીરિઝ પણ રમવાની છે. પણ જો રોહિત શર્માની ટીમ સીરિઝમાં ક્લિન સ્વીપ કરે તો ઓસ્ટ્રેલિયાનો ટકાવારીનો આંકડો 59.64 સુધી ઘટી શકે છે. જો શ્રીલંકાની ટીમ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ બંને ટેસ્ટ જીતી લે તો તેની ટકાવારીનો આંકડો 61.1 થઈ જશે, જે તેને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડવા અને WTC ફાઈનલમાં સ્થાન મેળવવા માટે પૂરતો છે.
શ્રીલંકા પાસે પણ તક
આઈસીસી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ, ઓસ્ટ્રેલિયા માટે આગામી ત્રણ ટેસ્ટ મેચમાંથી એક જીત તેને ન્યૂનતમ 64.91 ટકાનો આંકડા સુધી પહોંચવામાં મદદ કરશે. જ્યારે એક ડ્રોથી તેને 61.40 ટકાના આંકડા સુધી પહોંચવામાં મદદ કરશે. જેનાથી ઓસ્ટ્રેલિયા પાસે શ્રીલંકાથી આગળ ફાઈનલમાં પહોંચવાની તક હશે. તો શ્રીલંકા પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી 61.11 ટકાનો આંકડા સુધી પહોંચી શકે છે.
Latest Cricket News And Gujarat News