રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. તો આગામી 24 કલાક ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસશે.
ગુજરાતમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક ગુજરાત માટે ભારે હોવાનું માનવામાં આવી રહ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ખેડામાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે..જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીં ક્લિક કરો!
વરસાદની સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. હવામાન વિભાગ પ્રમાણે આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે.જે બાદ હળવો વરસાદી માહોલ રહેશે.અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
આગામી ગુરૂવારના રોજ બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.આગામી શુક્રવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર