Zaheer Khan, Zaheer Khan: પત્ની સાગરિકા ઘાટગે સાથે માલદીવ્સમાં ઝહીર ખાન, દરિયાકિનારે થયા રોમેન્ટિક - zaheer khan and sagarika ghatge vacationing in maldives shares some beautiful pictures

Zaheer Khan, Zaheer Khan: પત્ની સાગરિકા ઘાટગે સાથે માલદીવ્સમાં ઝહીર ખાન, દરિયાકિનારે થયા રોમેન્ટિક – zaheer khan and sagarika ghatge vacationing in maldives shares some beautiful pictures


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને (Zaheer Khan) આમ તો વર્ષ 2017માં સંન્યાસ લીધો હતો. જો કે, તે બાદ પણ તે ક્રિકેટ સાથે ગમે તે રીતે જોડાયેલો છે. તે આજે પણ મેચોમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે અને ક્રિકેટ સાથે જોડાયેલા મામલે પોતાના મંતવ્ય રજૂ કરતો રહે છે. આ સિવાય તે પત્ની સાગરિકા ઘાટગે (Sagarika Ghatge) સાથેની તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલ તેઓ બંને સેલિબ્રિટીની ફેવરિટ જગ્યા માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા આ કપલે ત્યાંથી ઘણી બધી તસવીરો શેર કરી છે, જે તેમના ફેન્સને પસંદ આવી રહી છે.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

માલદીવ્સમાં મિ & મિસિસ ખાન
ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે આશરે 4-5 દિવસથી માલદીવ્સમાં છે. ઘણા વર્ષથી મોટા પડદાથી દૂર એક્ટ્રેસે ત્યાંથી એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં તેણે વ્હાઈટ પ્લાઝોની સાથે મેચિંગ ટ્રાન્સપરંટ શર્ટ પહેર્યો છે. તો, ઝહીરે ટ્વિનિંગ કરકાં વ્હાઈટ શર્ટ અને ડેનિમ શોર્ટ્સ પહેર્યું છે. તેણે પત્નીનો હાથ પકડીને રાખ્યો છે. કેપ્શનમાં લખ્યું છે ‘માલદીવ્સ પાછા આવીને હંમેશા સારુ લાગે છે’. આ સિવાય તેણે પોતાની કેટલીક સોલો તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના હેર ફ્લોન્ટ કરી રહી છે અને લખ્યું છે ‘સોલ્ટી હેર, આઈ ડોન્ટ કેર’.

ધોનીએ લઈ લીધો સંન્યાસ? CSKએ શેર કરેલા આ વીડિયોએ ફેન્સને આપ્યો ઝાટકો

વેકેશનની સુંદર તસવીરો કરી શેર
ઝહીર ખાન અને સાગરિકાએ માલદીવ્સમાં દરિયાકિનારે કેન્ડલ લાઈડ ડિનર એન્જોય કર્યું હતું. પૂર્વ ક્રિકેટરે આ દરમિયાનની તસવીર શેર કરી છે, જેમાં સાગરિકાનું ધ્યાન કેમેરા તરફ છે જ્યારે ઝહીર પ્રેમથી તેની સામે જોઈ રહ્યો છે. આ તસવીર ક્યૂટ છે. કેપ્શનમાં લખ્યું છે ‘રોમેન્ટિક ક્ષણ માટે ઘણું છે પરંતુ કેમેરા હંમેશા જીતી જાય છે’. આ સિવાય તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બંને ત્યાં કેમેરામાં કેપ્ચર કરેલી સુંદર ક્ષણો દેખાડવામાં આવી છે અને સાથે લખ્યું છે ‘હંમેશા માટે શ્રેષ્ઠ સમય’.

રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે

ઝહીર ખાનનું ક્રિકેટ કરિયર
ઝહીર ખાનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો, ભારત માટે તે 92 ટેસ્ટ, 200 વનડે અને 17 ટી20 રમ્યો છે. ટેસ્ટમાં તેના નામ પર 311 વિકેટ, વનડેમાં 282 વિકેટ અને ટી20માં 17 વિકેટ છે. આ સિવાય આઈપીએલમાં પણ તેનો જાદૂ જોવા મળ્યો હતો. ટી20 લીગમાં રમેલી 100 મેચમાં 7.58ની ઈકોનોની સાથે બોલિંગ કરતાં 102 વિકેટ લીધી હતી. બીજી તરફ, સાગરિકા ઘાટગે બોલિવુડની એક્ટ્રેસ રહી ચૂકી છે. તેણે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં કામ કર્યું હતું. તે આ ફિલ્મથી વધારે ફેમસ થઈ હતી.

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેની લવ સ્ટોરી
ઝહીર અને સાગરિકાના લગ્ન 23 નવેમ્બર 20217માં થયા હતા. બંનેની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડ્સના ગ્રુપ આઉટિંગ વખતે થઈ હતી. તે વખતે ઝહીરનું ફોકસ તેના ક્રિકેટ કરિયર પર તો સાગરિકાનું ધ્યાન એક્ટિંગ પર હતું. બંને પહેલા મિત્રો બન્યા હતા અને પ્રેમમાં પડતા વાર લાગી નહોતી. મીડિયામાં અવારનવાર તેમના અફેરની ખબરો આવતી રહેતી હતી પરંતુ તેમણે હંમેશા મૌન જાળવી રાખ્યું હતું. પરંતુ યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન દરમિયાન તેમણે કપલ તરીકે હાજરી આપી હતી અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે તેમના સંબંધોને ઓફિશિયલ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના ડેટિંગને માંડ નવ મહિના થયા હતા. 2017માં ઝહીર અને સાગરિકાએ સગાઈ કરી હતી. જો કે, સંબંધોને અહીંયા લાવવા સરળ નહોતા. ઝહીરનો પરિવાર શરૂઆતમાં ના પાડી રહ્યો હતો કારણ કે સાગરિકા એક્ટ્રેસ હતી. પરંતુ ઝહીરે તેમને ‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મ દેખાડી બાદમાં તેમણે લીલી ઝંડી આપી હતી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *