સારા અલી ખાન બાદ વધુ એક એક્ટ્રેસ સાથે જોડાયું શુભમનનું નામ! બેવડી સદી માટે બની પ્રેરણા!
ચહલે દેખાડી ડ્રેસિંગ રૂમની ઝલક
નયૂ
વીડિયોમાં તે કહી રહ્યો છે ‘ચહલ ટીવી આવી ગયું છે રાયપુરમાં જ્યાં પહેલી ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. આજે મારી સાથે કોઈ ખેલાડી નથી પરંતુ હું તમને ડ્રેસિંગ રૂમમાં લઈ જવાનો છું’. બોલર અંદર જાય છે અને ત્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વાતો કરી રહ્યા છે તે દેખાડે છે. આ સાથે તે બધાનો સામાન બતાવે છે. ત્યારબાદ તે ઈશાન કિશનને પકડે છે અને કહે છે ‘તે 200 રન માર્યા તેમા મારું કેટલું યોગદાન હતું એ જણાવ’, તેના પર તેણે કહ્યું ‘તેમણે મને મેચ પહેલા ગંભીર રહેવા અને ટાઈમ પર સૂવા કહ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, તું વિશ્વાસ રાખ તારે 100 રન કરવાના છે. મેં તેમની કોઈ વાત સાંભળી નહીં’ તો ચહલે કહ્યું ‘કારણ કે હું તે વખતે હતો નહીં’. બાદમાં બંને હસી પડ્યા અને ઈશાને કહ્યું ‘હું તો તમારા વખાણ કરવાનો હતો’.
શુભમન ગિલને જોઈ દર્શકોએ પાડી સારા અલી ખાનના નામની બૂમ, શરમથી લાલ થયો ચહેરો
રોહિત શર્માએ ઉડાવી ચહલની મજાક
ત્યારબાદ ચહલ મસાજ ટેબલ દેખાડે છે, જ્યાં ખેલાડીઓ બેક રીલિઝ કરે છે. તે જ સમયે કેપ્ટન રોહિત શર્મા આવે છે અને કહે છે ‘તારું ભવિષ્ય સારું છે’. બોલર આગળ ફૂડ કોર્નર દેખાડે છે, જ્યાં દાળ-ભાત, નાન, આલુ-જીરા, ગ્રીન વેજિટેબલ પાસ્તા, નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ રાખેલા છે. આ સાથે તે ત્યાં હાજર કૂકને વેજ પાસ્તા બનવવાનું કહે છે. અંતમાં કહે છે ‘તો આ ડ્રેસિંગ રૂમ છે. ખૂબ જ સુંદર છે. ચેર પણ સારી છે. અમે ખૂબ જલ્દી કોઈ એક ખેલાડીને પકડીને લાવીશું અને વાત કરીશું’.
પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે ચહલ
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. તેને શ્રીલંકા સામેની વનડે સીરિઝની પહેલી મેચ રમવાની તક મળી હતી. તે વખતે ફીલ્ડિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. બીજી મેચમાં કુલદીપ યાદવને તક આપવામાં આવી હતી. તેણે ત્રણ વિકેટ લીધી હતી. ત્રીજી મેચમાં બે અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચમાં બે વિકેટ લીધી હતી.
Read latest Cricket News and Gujarati News