Today News

Yuzvendra Chahalના લગ્નજીવનમાં થયો ડખો? Dhanashree Vermaએ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી હટાવી પતિની અટક – does yuzvendra chahal and dhanashree vermas relationship hit rocky patch

dhanashree insta


ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલ ક્રિકેટમાંથી બ્રેક પર છે. હવે તે સીધો એશિયા કપમાં રમશે. જોકે, યુઝવેન્દ્ર ચહલ હાલ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી, જે બાદ જાતજાતની અટકળો શરૂ થઈ હતી. લોકો ચર્ચા કરવા લાગ્યા કે આ સંકેત ચહલે પોતાના લગ્નજીવનને લઈને આપ્યો હતો.

Sourav Gangulyએ Rohit Sharmaના ગાયા ગુણગાન, કેપ્ટનશિપમાં MS Dhoni અને Virat Kohliથી ગણાવ્યો અલગ

ચહલ-ધનશ્રીના લગ્નજીવનમાં પડી તિરાડ?

હકીકતે, થોડા દિવસ પહેલા યુઝવેન્દ્રની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma)એ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામમાં ફેરફાર કર્યો હતો. ધનશ્રીએ પોતાના નામની આગળથી ચહલ સરનેમ બટાવી લીધી હતી. પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેનું નામ ધનશ્રી વર્મા ચહલ લખેલું હતું પણ હવે માત્ર ધનશ્રી વર્મા છે. આ ફેરફાર બાદ જ ચહલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું, ‘ન્યૂ લાઈફ લોડિંગ’.

38 ટેસ્ટ, 39 વન-ડે અને 61 T20: આ છે આગામી પાંચ વર્ષ માટે ટીમ ઈન્ડિયાનું શિડ્યુલ

સોશિયલ મીડિયા પર અટકળો

સોશિયલ મીડિયા પર ચહલ અને ધનશ્રીની હલચલ બાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે બંનેના લગ્નજીવનમાં ડખો થયો છે. ટ્વિટર પર પણ ચહલ અને ધનશ્રી ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા છે અને તેમના સંબંધ અંગે લોકો પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. જોકે, ધનશ્રી અને ચહલના લગ્નજીવનમાં કશું ખોટું થયું છે કે કેમ તે અંગે બંનેમાંથી એકેયે હજુ સુધી કોઈ ટિપ્પણી નથી કરી. એવામાં અટકળોનું બજાર ગરમ છે.

લોકડાઉનમાં કર્યા હતા લગ્ન


કોરોનાના કારણે દેશમાં લોકડાઉન હતું ત્યારે જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2020માં તેમણે લગ્ન કર્યા હતા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર છે અને સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વિડીયો ખાસ્સા ચર્ચામાં રહે છે. લગ્ન પછી યુઝવેન્દ્ર ચહલ પણ ધનશ્રી સાથે કેટલાય વિડીયોમાં ડાન્સ અને મસ્તી કરતો જોવા મળ્યો હતો. તાજેતરમાં જ જ્યારે ચહલ આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસે હતો ત્યારે ધનશ્રી તેની સાથે જ હતી. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરી હતી.

એશિયા કપમાં વાપસી કરશે ચહલ

ઉલ્લેખનીય છે કે, હાલ ટીમ ઈન્ડિયાના બધા જ સ્ટાર અને સિનિયર પ્લેયર બ્રેક પર છે. કેએલ રાહુલની આગેવાનીમાં એક ટીમ ઝિમ્બાબ્વેમાં વન-ડે સીરીઝ રમી રહી છે. જે બાદ ટીમ ઈન્ડિયાને એશિયા કપ રમવાનો છે. યુઝવેન્દ્ર ચહલ પણ ત્યારે જ ટીમ ઈન્ડિયા સાથે પાછો ફરશે.



Exit mobile version