ભારતની 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો યુવરાજે ટ્વિટર પર આ ત્યારે પૂછ્યું જ્યારે શુભમન ગિલ (116 રન) વિરાટ કોહલી (166 અણનમ) સાથે તેની સદી પૂર્ણ કરી હતી. તેણે કહ્યું, ‘પરંતુ મને આ વાતની ચિંતા છે કે અડધુ સ્ટેડિયમ ખાલી છે? શું ODI ક્રિકેટ ખતમ થઈ રહ્યું છે?
આ જ સ્ટેડિયમ 2018માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વરસાદથી અસરગ્રસ્ત મેચમાં દર્શકોથી ભરેલું હતું પરંતુ રવિવારે સ્થાનિક દર્શકોના ઓછી હાજરીના કારણે તે ખાલી દેખાતું હતું. રવિવારે મેચ જોવા માટે તેની 38,000 દર્શકોની ક્ષમતા સામે માત્ર 20,000 દર્શકો જ આવ્યા હતા. કેરળ ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર ક્રિષ્ના પ્રસાદે આ માટે ઘણા કારણોને જવાબદાર ગણાવ્યા હતા, જેમાં ODIમાં લોકોના રસના અભાવનો પણ સમાવેશ થાય છે.
પ્રસાદે કહ્યું, ‘અમે ક્યારેય અડધું ખાલી સ્ટેડિયમ જોયું નથી. આ માટે ઘણા કારણો જવાબદાર છે. હવે અમને વનડેમાં વધારે રસ દેખાતો નથી. તેમણે કહ્યું, ‘સિરીઝનું પરિણામ પણ કોલકાતામાં બહાર આવ્યું હતું, જેના કારણે ભારતે 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. ત્યારે હરીફ ટીમ પણ શ્રીલંકા હતી તેથી મોટાભાગના લોકો સ્ટેડિયમમાં આવ્યા ન હતા.
મેચની ટિકિટની કિંમત 1000 અને 2000 રૂપિયા હતી. પ્રસાદે કહ્યું, ‘વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ દરમિયાન એક પણ ટિકિટ બચી ન હતી. તે વરસાદથી પ્રભાવિત મેચ હતી અને મેચની સંપૂર્ણ 50 ઓવર પણ જોવા મળી ન હતી, તેમ છતાં સ્ટેડિયમ લોકોથી ભરેલું હતું. ઈડન ગાર્ડન્સ સિવાય આ સમગ્ર શ્રેણીમાં મેચ જોવા માટે બહુ ઓછા દર્શકો આવ્યા હતા. કોલકાતામાં 55,000 લોકોએ મેચ જોઈ હતી. મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગુવાહાટી પહોંચ્યા, પરંતુ ત્યાં પણ સ્ટેડિયમ ભરાયું ન હતું.