wtc final, WTC Final: કોહલી અને અન્ય ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા, ટીમ ઈન્ડિયાએ ચૂકતે કરવાનો છે હિસાબ - virat kohli and other team india players reached england for wtc final

wtc final, WTC Final: કોહલી અને અન્ય ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા, ટીમ ઈન્ડિયાએ ચૂકતે કરવાનો છે હિસાબ – virat kohli and other team india players reached england for wtc final


નવી દિલ્હીઃ એક તરફ દેશમાં આઈપીએલ ફાઈનલનો ફિવર છવાયેલો છે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના ધાકડ પ્લેયર્સ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final) માટે ધીરે-ધીરે ઈંગ્લેન્ડ પહોંચી રહ્યા છે. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, મિડલ ઓર્ડરનો મજબૂત ખેલાડી ચેતેશ્વર પુજારાની સાથે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકડ મેદાન પર જોવા મળી રહ્યા છે.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

ભારતીય બોર્ડે ત્રણે પ્લેયર્સ ઈંગ્લેન્ડ પહોંચી ગયા હોવાની જાહેરાત કરી છે. તેના થોડા સમય બાદ બીજા પણ કેટલાક ફોટોઝ ટ્વીટ કરાયા. જેમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાની જાણકારી આપવામાં આવી છે. આ તસવીરમાં વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ વોર્મઅપ કરતા જોવા મળી રહ્યા છે. હેડ કોચ રાહુલ દ્રવિડ, બોલિંગ કોચ પારસ મ્હાબ્રે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડએ પણ મોર્ચો સંભાળી લીધો છે, તો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

7 જૂનથી લંડનના ધ ઓવલમાં ફાઈનલ મેચની શરૂઆત થશે, જેમાં 12 જૂન ‘રિઝર્વ ડે’ રહેશે, જેથી જરૂર પડવા પર પાંચ દિવસની રમત દરમિયાન ગુમાવાયેલા સમયની ભરપાઈ કરી શકાય. આ દરમિયાન આઈસીસીએ મેચ અધિકારીઓની જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ન્યૂઝીલેન્ડના ક્રિસ ગૈફની અને ઈંગ્લેન્ડના રિચર્ડ ઈલિંગવર્થને ફાઈનલ મેચ માટે મેદાન પરના અમ્પાયર પસંદ કરાયા છે. 48 વર્ષના ગૈફનીની આ 49મી ટેસ્ટ છે, જ્યારે 59 વર્ષના ઈલિંગવર્થ પોતાની 64મી મેચમાં અમ્પાયરિંગ કરી કરશે.’
ઈલિંગવર્થ બે વર્ષ રમાચેલી પહેલી WTC ફાઈલનમાં પણ અમ્પાયર હતા, જેમાં ન્યૂઝીલેન્ડે સાઉથમ્પટનમાં ભારત સામે 8 વિકેટે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડના એક અન્ય અમ્પાયર રિચર્ડ કેટલબોરો પણ સતત બીજી WTC ફાઈનલમાં પણ અમ્પાયરિગં કરશે, જેમને ફરી એકવખત ટીવી અમ્પાયર નિયુક્ત કરાયા છે. શ્રીલંકાના કુમાર ધર્મસેના ચોથા અમ્પાયર હશે, જ્યારે વેસ્ટઈન્ડીઝના રિચી રિચર્ડસન મેચ રેફરી હશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *