WTC ફાઈનલ માટે ટીમની જાહેરાત
ઓસ્ટ્રેલિયાએ બુધવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની અંતિમ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયા ટીમની કમાન સોંપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઓપનર ડેવિડ વોર્નરને તક આપી છે. જ્યારે સ્ટીવ સ્મિથને વાઇસ કેપ્ટન્શિપ મળી છે. તેમના સિવાય ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા અને મેટ રેનશો જેવા સ્ટાર ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે.
WTC પહેલા બધા ખેલાડી IPLમાં વ્યસ્ત; ત્યારે સદી ફટકારી સૌરાષ્ટ્રના સ્ટાર પુજારાનો વિદેશમાં ડંકો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ WTC ફાઈનલ માટે ટીમની પસંદગીમાં ભૂલ કરી હતી. એક એવા ખેલાડીને ટીમની બહાર રાખવામાં આવ્યો છે, જે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ ઓલરાઉન્ડર એશ્ટન અગર છે.
ચેન્નાઈમાં ભારત સામે રમાયેલી ODI મેચમાં તેને ઓસ્ટ્રેલિયા દ્વારા તક આપવામાં આવી હતી, જ્યારે તેણે બેટિંગ દરમિયાન 17 રન બનાવ્યા હતા અને પછી બોલિંગ દરમિયાન 41 રનમાં 2 વિકેટ ઝડપી હતી. જો તે ટીમમાં રહેતો તો સ્વાભાવિક રીતે ઓસ્ટ્રેલિયાને ફાયદો થઈ શક્યો હોત.
IPL 2023: KKRના આ ખેલાડીઓ સામેની ટીમમાં Out Of Syllabus તરખાટ કરવા સક્ષમ
ભારત પ્રવાસનો પણ એક ભાગ હતો
એશ્ટન એગર ગયા ફેબ્રુઆરી-માર્ચમાં ભારતના પ્રવાસે ગયો હતો. તેના સિવાય પીટર હેન્ડ્સકોમ્બ અને મિશેલ સ્વેપ્સનને પણ WTC ફાઈનલનો ભાગ બનાવવામાં આવ્યો નથી. એશ્ટન એગરે અત્યારસુધીમાં 5 ટેસ્ટ, 21 ODI અને 47 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 9, વનડેમાં 20 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 48 વિકેટ ઝડપી છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં પણ સારુ પ્રદર્શન કરી ફિફ્ટી ફટકારી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (c), સ્ટીવ સ્મિથ (vc), ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, ટોડ મર્ફી , નેથન લાયન, મિચેલ માર્શ અને મેટ રેનશો.