Today News

WTC final weather news updates, WTC Finalમાં વરસાદ ગેમ બગાડશે! Day 4 અને 5એ યલ્લો એલર્ટ; મેચ સામે સંકટના વાદળો – rain will spoil the game in wtc final yellow alert on day 4 and 5

WTC final weather news updates, WTC Finalમાં વરસાદ ગેમ બગાડશે! Day 4 અને 5એ યલ્લો એલર્ટ; મેચ સામે સંકટના વાદળો - rain will spoil the game in wtc final yellow alert on day 4 and 5


લંડનઃ ઇંગ્લેન્ડમાં વરસાદના કારણે ક્રિકેટ મેચમાં વિઘ્ન ન આવે એવું ભાગ્યે જ બને છે. ત્યાં ક્યારેય પણ વરસાદ વરસી શકે છે અને મેચમાં આની અસર થઈ શકે છે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પહેલા 3 દિવસ એકપણ વરસાદનું ટીપું પડ્યું નહોતું. વાદળો પણ ઘેરાયા નહોતા પરંતુ હવામાન વિભાગની આગાહીએ ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. ચોથા અને પાંચમા દિવસે અહીં ધોધમાર વરસાદ ખાબકી શકે એવા એંધાણ છે. જાણો વિગતવાર માહિતી.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

લંડનમાં વરસાદ પડવાની સંભાવના
બ્રિટનના હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવાર અને રવિવાર અહીં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. વળી ઇંગ્લેન્ડના વેસ્ટ અને સાઉથ ઝોનના વિસ્તારોમાં તો યલ્લો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીં બપોર સુધી વરસાદ પડી શકે એવી જાણકારી મળી રહી છે.

સોમવારે રિઝર્વ ડે રખાયો છે
ફાઈનલ મેચ માટે સોમવારે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ જો વરસાદના કારણે ઓવર્સ ધોવાઈ ગઈ તો મેચ સોમવાર સુધી લંબાઈ શકે છે. 2021માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ વરસાદના કારણે ઘણી મુશ્કેલીમાં મુકાઈ હતી. આના કારમે મેચ રિઝર્વ ડે સુધી ખેંચાઈ હતી. જ્યાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા પાસે 296 રનની લીડ
અજિંક્ય રાહાણે અને શાર્દૂલ ઠાકુરે ઈન્ડિયન ટીમને એક સારા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમના બેટ્સમેન કઈ કરી નહોતા શક્યા અને સ્કોર 296 રન સુધી સમેટાઈ ગયો હતો. તેવામાં હવે અત્યારે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કરી લીધો છે અને ભારત સામે હાઈસ્કોર નોંધાવવા માટે 296 રન તો જોડી દીધા છે. ચોથા દિવસે પણ ટીમ બેટિંગ કરવા મેદાનમાં આવશે ત્યારે જોવાજેવું રહેશે કે ઈન્ડિયન બોલર્સ કેટલા ઓછા રનમાં અન્ય વિકેટ્સ ઝડપી લેશે અને બાજી પલટી નાખશે.

Exit mobile version