હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
સ્મિથે શાનદાર કેચ પકડ્યો
વિરાટ કોહલી પિચ પર સેટ થઈને મોટી ઈનિંગ તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ સ્ટીવ સ્મિથના તોફાની કેચથી તેની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. સ્કોટ બોલેન્ડ સામે 47મી ઓવરના ત્રીજા બોલ પર વિરાટ કોહલીએ કવરમાં ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ તેના બેટની કિનારી લઈને બીજી સ્લિપની જમણી તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરતાં સ્મિથે કૂદકો મારીને તેનો કેચ પકડ્યો. વિરાટે 78 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી.
જાડેજા માત્ર બે બોલ જ ટકી શક્યો
જોકે રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટમાં શાનદાર ઇનિંગ્સ રમી છે. તે રન બનાવવા માટે મેઈન બેટ્સમેનોને ટક્કર આપે છે. પરંતુ આ મેચમાં તે નિષ્ફળ રહ્યો હતો. સ્કોટ બોલેન્ડે પણ તેને બે બોલ બાદ આઉટ કર્યો હતો. જાડેજાએ પહેલો બોલ છોડી દીધો હતો પરંતુ બીજો બોલ ઓફ સ્ટમ્પની ખૂબ નજીક હતો. બેટની બહારની ધાર લઈને બોલ વિકેટકીપર એલેક્સ કેરીના હાથમાં ગયો. રવિન્દ્ર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
ઈજાગ્રસ્ત હેઝલવુડના સ્થાને બોલેન્ડને સ્થાન
સ્કોટ બોલેન્ડ આ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનવા જઈ રહ્યો ન હતો. પરંતુ મેચના થોડા દિવસો પહેલા જ જોશ હેઝલવુડ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી. પ્રથમ દાવમાં તેણે શુભમન ગિલ અને શ્રીકર ભરતને આઉટ કર્યા હતા. વિરાટ અને જાડેજા પહેલા તે બીજી ઈનિંગમાં ગિલની વિકેટ લઈ ચૂક્યો છે.