WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી
IPL 2023માં ઈન્ડિયન ટીમનો આ ખેલાડી રન બનાવવા માટે ઝઝૂમી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ કે.એલ.રાહુલની કે જે IPL અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યો છે. રાહુલની ટીમ જ્યારે પણ 200ને પાર સ્કોર કરે ત્યારે પણ આ ખેલાડીનું પ્રદર્શન ખરાબ જ હોય છે. તે બેટિંગમાં હવે પહેલા જેવી લય મેળવવામાં નિષ્ફળ જણાઈ રહ્યો છે.
IPL 2023નું અત્યારસુધીનું પ્રદર્શન
આ અહેવાલ લખાયો ત્યાં સુધીમાં IPL 2023માં કે.એલ.રાહુલે અત્યારસુધી 8 મેચ રમી છે. આ મેચમાં રાહુલે 34.25ની એવરેજથી માત્ર 274 રન કર્યા છે. કે.એલ.રાહુલ આ દરમિયાન માત્ર 2 મેચમાં જ ફિફ્ટી ફટકારી શક્યો હતો અને તેનો સ્ટ્રાઈક રેટ 114.64નો હતો. તેવામાં હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં શું થશે એ જોવાજેવું રહ્યું.
વિકેટકીપિંગની જવાબદારી મળી શકે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણીમાં કેએસ ભરતને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં કેએલ રાહુલ ફરી એકવાર ટીમની પહેલી પસંદ બની શકે છે. જોકે, વિકેટકીપર તરીકે માત્ર કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
WTC ફાઈનલ માટેની બંને ટીમો
ઈન્ડિયાઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ.રાહુલ, કે.એસ.ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ
ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નેથન લાયન, મિચેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મીથ, મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર