wtc final 2023 news, રોહિત એન્ડ ટીમે ઓવલમાં સ્વિંગનો તોડ કાઢ્યો, WTC ફાઈનલમાં થશે Runsનો વરસાદ! - wtc final 2023 rohit sharma game plan

wtc final 2023 news, રોહિત એન્ડ ટીમે ઓવલમાં સ્વિંગનો તોડ કાઢ્યો, WTC ફાઈનલમાં થશે Runsનો વરસાદ! – wtc final 2023 rohit sharma game plan


દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC 2023 ફાઈનલ 7 જૂનના દિવસે ધ ઓવલ મેદાનમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને ઇંગ્લિશ કાઉન્ટી રમી રહેલા સ્ટિવ સ્મિથે મેચ પહેલા કહ્યું કે પિચ ભારત જેવી હોઈ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે આ ટિપિકલ ઈંગ્લિશ કંડિશન થશે અને બોલ પિચ થશે એની પહેલા જ હવામાં સ્વિંગ થશે. આના કારણે ઈન્ડિયન ટીમના બેટ્સમેનને ફટકો પડી શકે છે. જાણો આનો તોડ રોહિત શર્મા અને ટીમે કેવી રીતે કાઢ્યો તથા રન મશીન કોહલી સહિત ખેલાડીઓનો અપ્રોચ શું હશે?

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

સુનીલ ગાવસ્કરે જણાવ્યો ગેમ પ્લાન
આ અંગે સુનીલ ગાવસ્કરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડની સ્થિતિને ધ્યાનમાં રાખીને બેટ્સમેનોએ શક્ય તેટલો મોડો શોટ રમવાની જરૂર છે. જેથી બોલ સ્વિંગ થઈ જાય. તેણે એમ પણ કહ્યું કે બેટ્સમેનોએ શોટ રમવા માટે બોલ સુધી પહોંચવાની ભૂલ કરવાથી બચવાની જરૂર છે. તેમને ઇંગ્લેન્ડમાં શક્ય તેટલું મોડું રમવાની જરૂર છે જેથી બોલ સ્વિંગ થઈ જાય, શોટ રમવા માટે બોલ સુધી પહોંચવાનો પ્રયાસ ન કરવી જોઈએ. આ જ એક ભૂલ છે જે ઘણા લોકો અઘરી પીચો પર કરે છે.

ઈન્ડિયન બોલર્સે આ પ્રમાણે પ્રદર્શન કરવું જોઈએ
સુનીલ ગાવસ્કરે બોલરોને ફૂલ લેન્થ બોલિંગ કરવાની સલાહ આપી છે. જેથી ડ્યૂક્સ બોલને સ્વિંગ થવાનો સમય મળે. ગાવસ્કરે વધુમાં ઉમેર્યું કે “બોલિંગ યુનિટ તરીકે, ઈન્ડિયન ટીમે નવા બોલ સાથે ચોક્કસ લાઈન એન્ડ લેન્થ પકડી રાખી બોલિંગ કરવી પડશે. જેથી બોલને હવા સ્વિંગ અને પિચથી પ્રોપર મદદ મળે. ગાવસ્કરે ઈંગ્લીશ કંડિશનમાં રમતી વખતે ભારત સામેના પડકારો વિશે પણ વાત કરી હતી.

ગાવસ્કરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઈંગ્લેન્ડની સ્થિતિ પડકારજનક હશે કારણ કે સૌ પ્રથમ તો ભારતીય ટીમના ખેલાડીઓ તડકામાં રમવા માટે ટેવાયેલા છીએ. જ્યારે આ ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રમે છે ત્યારે મોટાભાગે વાદળછાયા વાતાવરણ જેવી સ્થિતિમાં તેઓ રમતા હોય છે. એટલું જ નહીં હવામાન પણ ઠંડુ હોય છે. આ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાના ખેલાડીઓ આવી સ્થિતિમાં રમવા ટેવાયેલા નથી.

બોલ હવામાં સ્વિંગ થશે અને પિચ થયા પછી પણ દિશા બદલી શકે
સુનીલ ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે આ કંડિશનમાં બોલ હવામાં સ્વિંગ તો થશે પરંતુ પિચ થયા પછી પણ તેની દિશા બદલી શકે છે. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં રમવા માટે એડજસ્ટ થવામાં ઈન્ડિયન ખેલાડીઓને સમય લાગી શકે છે. અહીં ભારતીય ખેલાડીઓએ બેથી ત્રણ પ્રેક્ટિસ મેચ રમવી જોઈએ જેથી કરીને કંડિશનથી તેઓ પરિચિત થઈ જાય.

તેણે કહ્યું, ‘આવી સ્થિતિમાં બોલ પિચ પર અથડાયા પછી જ નહીં પરંતુ હવામાં પણ સ્વિંગ થાય છે, જે ભારતમાં નથી થતું. હવામાં સ્વિંગ થતા બોલને એડજસ્ટ કરવામાં તમને થોડો સમય લાગી શકે છે. ગાવસ્કરે કહ્યું, ‘અને તેથી જ જ્યારે તમે વિદેશ જાઓ છો ત્યારે લોકો સલાહ આપે છે કે તમે બે કે ત્રણ પ્રેક્ટિસ મેચો રમો જેથી તમને ખ્યાલ આવે કે ટેસ્ટ મેચમાં શું થવાનું છે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *