ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચના રોજ અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ રમાવા માટે જઈ રહી છે. ત્યારે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચશે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ઓસ્ટ્રેલિયા 68.53 ટકા તો ભારત 60.20 ટકાના આંક સાથે બીજા નંબર પર છે. તો શ્રીલંકા 53.33 ટકાના આંક સાથે ત્રીજા નંબરે છે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ત્રણેય વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.