WPL Auction 2023, WPL Auction: મંધાના 3.4 કરોડ, હરમન 1.8 કરોડ… જાણો મહિલા IPLમાં કોણ કેટલામાં વેચાયુ? - wpl auction 2023 sold unsold full players list with price

WPL Auction 2023, WPL Auction: મંધાના 3.4 કરોડ, હરમન 1.8 કરોડ… જાણો મહિલા IPLમાં કોણ કેટલામાં વેચાયુ? – wpl auction 2023 sold unsold full players list with price


WPL 2023 Auction: પ્રથમ વખત મહિલા IPL માટે 5 ટીમોમાંથી 448 ખેલાડીઓની હરાજી મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે યોજાઈ. 5 ટીમોમાં મુંબઈ, લખનૌ, બેંગ્લોર, અમદાવાદ અને દિલ્હીની ટીમોનો સમાવેશ થાય છે. 4 માર્ચથી શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે 50 લાખની બેઝ પ્રાઈસવાળા સ્લોટમાં 24 ખેલાડીઓ અને 40 લાખના સ્લોટમાં 30 ખેલાડીઓ છે.

એનાબેલ સધરલેન્ડ: 70 લાખ
ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ ગુજરાતની ટીમમાં સામેલ

મેગ લેનિંગ: 1.10 કરોડ
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી જોવા મળશે.

જેમિમા રોડ્રિગ્સ: 2.2 કરોડ
ભારતીય બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. તે ટીમની પ્રથમ ખેલાડી છે.

સોફિયા ડંકલે: 60 લાખ
ઇંગ્લેન્ડની સોફિયા ડંકલે ગુજરાત તરફથી રમશે.

અમેલિયા કેર: 1 કરોડ
ન્યૂઝીલેન્ડની અમેલિયા કેર મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ

બેથ મૂની: 2 કરોડ
ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂની ગુજરાતમાં જોડાઈ.

શબનીમ ઈસ્માઈલ: 1 કરોડ
દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલ યુપી વોરિયર્સ તરફથી રમશે.

તહલિયા મૈક્ગા: 1.4 કરોડ
ઓસ્ટ્રેલિયાની તહલિયા મેક્ગા યુપી વોરિયર્સ સાથે જોડાઈ છે. તે હાલમાં મહિલા T20માં નંબર-1 બેટ્સમેન છે.

નતાલી સેવર્ડ બ્રન્ટ: 3.2 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નતાલિયા સીવર બ્રન્ટને ટીમમાં સામેલ કરી. તે સ્મૃતિ મંધાના પછી બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે.

રેણુકા સિંહ ઠાકુર: 1.5 કરોડ
ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર RCBમાં રમશે.

દીપ્તિ શર્મા: 2.6 કરોડ
ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા યુપી વોરિયર્સમાં જોડાઈ.

એલિસ પેરી: 1.70 કરોડ
ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીને RCBએ ખરીદી.

સોફી એક્લેસ્ટોન: 1.8 કરોડ
ઇંગ્લેન્ડની ડાબોડી સ્પિનર સોફી એક્લેસ્ટોન લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝી માટે રમશે.

એશલી ગાર્ડનરની લોટરી: 3.2 કરોડ
ઓસ્ટ્રેલિયાના એશ્લે ગાર્ડનર ગુજરાત ટાઇટન્સમાં રમશે.

સોફી ડિવાઈન: 50 લાખ
ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈનને RCBએ ખરીદી.

હરમનપ્રીત: 1.8 કરોડ
ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી.

સ્મૃતિ મંધાના: 3.4 કરોડ
ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને RCBએ પોતાની ટીમમાં સામેલ કરી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *