World Cup 2023: અમદાવાદમાં એક રાતનું ભાડું ₹50000, ક્રિકેટ વર્લ્ડ કપના કારણે હોટલના ભાવ આસમાને

World Cup 2023: અમદાવાદમાં એક રાતનું ભાડું ₹50000, ક્રિકેટ વર્લ્ડ કપના કારણે હોટલના ભાવ આસમાને


અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup 2023) શરુ થવા જઈ રહ્યો છે અને લગભગ 100 જેટલાં દિવસો બાકી રહી ગયા છે, પરંતુ અમદાવાદમાં આની અસર હાલથી જ જોવા મળી રહી છે. અહીંની હોટલોના રુમનું બુકિંગ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. ત્રણ મહિના પહેલાં જ લોકોએ હોટલ બુક કરાવવાનું શરુ કરી દીધું છે. જેથી કરીને વર્લ્ડ કપ દરમિયાન તેઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. હાલ સ્થિતિ એવી છે કે, હોટેલ્સના રુમનું ભાડું બે ગણું વધી ગયું છે. કેટલીક હોટેલ્સમાં તો એક રાતનું ભાડું 50 હજાર રુપિયા સુધી પહોંચી ગયું છે. અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલ્સમાં બેઝ કેટેગરીના રુમ કેટલાંક મામલે પ્રતિ રાતનું ભાડું 50 હજાર સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ રુમનું ભાડું લગભગ 6500-10,500 રુપિયા સુધી હોય છે. વર્લ્ડ કપનો ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે. ઉદ્ઘાટન મેચ, ફાઈનલ અને ભારત-પાકિસ્તાનનો મુકાબલો પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાશે.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર

હોટેલ્સના રુમ ફૂલ થવાની કગારે
હોટલ સંચાલકોએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની બેચ 15 ઓક્ટોબરના રોજ રમાવાની છે. જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 13-16 ઓક્ટોબરની વચ્ચે બુકિંગ પહેલેથી જ થઈ ચૂક્યું છે. મોટાભાગની હોટેલ્સ ફૂલ થઈ ગઈ છે. આઈટીસી નર્મદાના જનરલ મેનેજર કીનન મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમૂહો, પ્રશંસકો અને પ્રયોજકોની સતત ઈન્કવાયરી આવી રહી છે. કેટલાંક વીવીઆઈપી પણ બુકિંગ કરાવવા માટે સંપર્ક કરી રહ્યાં છે.
World Cup 2023: ભારત આવવાથી ડરી રહી છે પાકિસ્તાનની ટીમ? અમદાવાદમાં શું નહીં રમાય બંને વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ?
ઈંગલેન્ડ-ન્યૂ ઝિલેન્ડની મેચનું પણ બુકિંગ
હયાત રેજન્સી અમદાવાદના મેનેજરે કહ્યું કે, મોટાભાગની ફાઈવ સ્ટાર હોટેલ્સમાં મેચના દિવસો દરમિયાન 60-90 ટકા રુમ બુક થઈ ગયા છે. મેનેજર પુનિત બૈજલે કહ્યું કે, મેચના દિવસો માટે લગભગ 80 ટકા રુમ બુક થઈ ગયા છે. ઉદ્ઘાટન સમારોહ અને ઈંગલેન્ડ તથા ન્યૂ ઝિલેન્ડ વચ્ચેની પહેલી મેચ માટે ઈંગ્લેન્ડ અને મુખ્ય નિગમોની ટ્રાવેલ્સ એજન્સીઓએ પહેલેથી જ બુકિંગ કરાવી લીધું છે.
World Cup 2023: અમદાવાદમાં એક રાતનું ભાડું ₹50000, ક્રિકેટ વર્લ્ડ કપના કારણે હોટલના ભાવ આસમાનેવર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ?
એક લાખ રુપિયા સુધીનું ભાડું
તો સૂત્રોના જણાવ્યા મુજબ, બેઝ શ્રેણીના રુમ લગભગ 52,000 અને પ્રીમિયમ કેટેગરીના રુમ 1 લાખ રુપિયા અને તેનાથી વધારે ભાડુ લેવામાં આવી રહ્યું છે. તો તાજ ગ્રુપની સંપતિઓનું સંચાલન કરતા સંકલ્પ ગ્રુપના ઉપાધ્યક્ષ અતુલ બુદ્ધરાજાએ કહ્યું કે, 14-15 ઓક્ટોબર માટે બે હોટેલ્સ પહેલેથી જ બુક થઈ ગઈ છે. અમારી ઓછામાં ઓછા 40-60 ટકા ઈવેન્ટ્રી બુક થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં જેમ જેમ મેચની તારીખ નજીક આવશે તેમ તેમ બુકિં પણ ફૂલ થવાની આશા છે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *