ચેમ્પિયન બન્યા પછી શું બોલી નિકહત?
નિખતે 50 કિગ્રા વજન વર્ગનો મેડલ જીત્યા પછી કહ્યું કે, ‘હું બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને ખુશ છું, એ પણ ઓલિમ્પિક વજન વર્ગ અને ઘરેલુ દર્શકો સામે. આ મેડલ બધા સમર્થકો માટે છે.’ નિખત માટે આ બીજો મેડલ ભાવનાત્મક રહ્યો, કેમકે આ સફરમાં આ 26 વર્ષની બોક્સરને ટોણાં, સામાજિક પૂર્વગ્રહ અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો.
મેરી કોમે પણ નહીં વિચાર્યું હોય, નિકહત રચી દેશે ઈતિહાસ
જ્યાં સુધી મેરી કોમનો સંબંધ છે તો તેને નહીં લાગ્યું હોય કે ચાર વર્ષમાં નિકહત તેના પગલે ચાલતા તેના પછી એકથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનારી બીજી ભારતીય બોક્સર બની જશે. નિખતના પિતા તેને રનર બનાવવા માગતા હતા ,પરંતુ તેમની દીકરીએ બોક્સિંગમાં આવવાનો નિર્ણય કર્યો, જેથી તે સાબિત કરી શકે કે મહિલાઓ પણ આ ખેલમાં સારું કરી શકે છે.
બેટી, માતા-પિતાને સહન કરવા પડ્યા ટોણાં
તેલંગાણાના નિઝામાબાદમાં મુસ્લિમ પરિવારમાંથી આવીને બોક્સિંગના ડ્રેસ ‘ટી શર્ટ અને શોર્ટ’માં રમવાના કારણે નિખત અને તેના માતા-પિતાને ટોણાં અને ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ, તેમણે તેના પર ધ્યાન ન આપ્યું. એક દાયકા પહેલા જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા બાદ નિખતનો ખભો બાઉટ દરમિયાન ઉતરી ગયો, જેનાથી તેને લગભગ એક વર્ષ સુધી રિંગથી દૂર રહેવું પડ્યું. પરંતુ, તે એલીટ સ્તર પર પોતાને સાબિત કરવા માટે મહેનત કરતી રહી અને તેણે શાનદાર પુનરાગમન કર્યું.
મેરી કોમ સામે મળી હતી હાર
તેણે 2019માં સ્ટ્રેન્ડઝા મેમોરિયલમાં ગોલ્ડ મેડલ અને થાઈલેન્ડ ઓપનમાં સિલ્વર મેડલ જીત્યો. પરંતુ, ઈન્ડિયા ઓપનમાં તે મહિલા બોક્સરના ઈતિહાસમાં સૌથી મહાન બોક્સર મેરી કોમને હરાવી ન શકી. ભારતીય બોક્સિંગ એસોશિએસને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા ટ્રાયલ કરવાનો ઈનકાર કરી દીધો અને મેરી કોમના નિરંતર પ્રદર્શનના કારણે તેને જ પસંદ કરવાનો નિર્ણય કર્યો અને મેરી કોમે પણ પોતાનો આઠમો વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીત્યો.
ફરી બાઉટ અને ફરી હાર, પરંતુ નિરાશ ન થઈ
જ્યારે બીએફઆઈએ મેરી કોમને તેના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રદર્શનના કારણે ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર માટે મેરી કોમને મોકલવાનો નિર્ણય કર્યો ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજૂએ એક ‘નિષ્પક્ષ ટ્રાયલ’ રાખવાની માગ કરી. નિખતની વિનંતીને સ્વીકારાતા ટ્રાયલની જાહેરાત થઈ, પરંતુ આ યુવા બોક્સર પોતાનાથી અનુભવી મેરી કોમ સામે એક તરફી ગેમમાં હારી ગઈ. પરંતુ આ ઘટના પણ નિખતના જુસ્સાને ડગાવી શકી નહી અને તેણે તે પછી મળેલી તકોનો પૂરો ફાયદો ઉઠાવતા અહીં સુધીની સફર કાપી.
ઓક્ટોબર 2021થી નથી હારી એક પણ ફાઈટ
નિખતની શરૂઆતની જીત બાદ તે મેરી કોમની ઉત્તરાધિકારી બનશે તેવી શક્યતા લોકો વ્યક્ત કરવા લાગ્યા અને હાલની જીતથી એ વાત શક્યતા મજબૂત થતી દેખાઈ રહી છે. તે ઓક્ટોબર 2021 પછીથી જોરદાર ફોર્મમાં છે. તેમણે ત્યારથી એકપણ ફાઈટ ગુમાવી નથી, તેણે બે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ મેડલ જીત્યા, 2022 સ્ટ્રેન્ડઝા મેમોરિયલ, 2022 વર્લ્ડ ચેમ્પિયશિપ, બધા સિલેક્શન ટ્રાયલ અને ઓલિમ્પિક ગેમ્સમાં જીત મેળવી. ગત વર્ષે તુર્કીમાં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.