Today News

wo will be test captain after rohit, WTCમાં શરમજનક હાર, રોહિત શર્મા પછી કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? આ 4 ખેલાડી રહેશે હોટ ફેવરિટ – india lost in wtc final who will be next captain of indian team in test format

wo will be test captain after rohit, WTCમાં શરમજનક હાર, રોહિત શર્મા પછી કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? આ 4 ખેલાડી રહેશે હોટ ફેવરિટ - india lost in wtc final who will be next captain of indian team in test format


Indian Team Captain: WTC ફાઈનલમાં ભારતની કારમી હાર પછી રોહિત શર્માની નિંદા થઈ રહી છે. ફેન્સ માગ કરી રહ્યા છે કે વિવિધ ફોર્મેટમાં કેપ્ટન અલગ હોવા જોઈએ. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ફેક મેસેજ પણ વાયરલ થયા હતા જેમાં રોહિત શર્માની નિવૃત્તિની આ થેન્ક યૂ નોટ હોવાની અફવા પણ હતી. જોકે રોહિતે આ ફોર્મેટ છોડવાનો નથી અને અનુમાન લગાવાઈ રહ્યું છે કે વનડે વર્લ્ડ કપ પહેલા તેની કેપ્ટનશિપ સામે કઈ જ નહીં થાય. પરંતુ રોહિત શર્મા પછી ટીમનું ભવિષ્ય કોના હાથમાં હશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.

રિષભ પંત રહી શકે પહેલી પસંદ
ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટા મેચ વિનર માનવામાં આવતો રિષભ પંત વધુ સારો વિકલ્પ બની શકે છે. આ યુવા ખેલાડી વિકેટ પાછળથી સારી કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો છે. તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે જે પણ કેપ્ટનશિપ કરી છે તે પ્રશંસનીય છે. ગયા વર્ષે એક કાર અકસ્માતમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને આગળ જતાં તેના માટે ફિટનેસ મોટી સમસ્યા બની રહેશે. જો તે સંપૂર્ણ રીતે ફિટ થઈને પાછો ફરે છે, તો તે કેપ્ટનશિપના આ વિકલ્પોમાં સૌથી આગળ હશે.

શ્રેયસ અય્યર પણ રેસમાં અગ્રેસર
મુંબઈથી આવીને રોહિત શર્માની જેમ જ શ્રેયસ અય્યરે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક તકનો લાભ ઉઠાવ્યો છે. જો તે ફિટ હોત તો અજિંક્ય રહાણેનું કમબેક પણ ન થયું હોત. આ તેની મેચમાં રમવાની ક્ષમતાઓને સમજાવી શકે છે. શ્રેયસ અય્યરને ડોમેસ્ટિક અને આઈપીએલમાં કેપ્ટનશિપનો અનુભવ પણ ઘણો સારો છે. તે 28 વર્ષનો છે તેથી ઓછામાં ઓછા 5 વર્ષ સુધી તે એક જ લયમાં ક્રિકેટ રમતો પણ નજરે પડી શકે છે.

બુમરાહ ફિટ રહ્યો તો કેપ્ટન બની શકે
ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તેની ફિટનેસ મોટી સમસ્યા છે. તે છેલ્લા લગભગ 3 વર્ષથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે. જો તે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેની ખાતરી છે કે તે લાંબા સમય સુધી ક્રિકેટ રમી શકશે તો ટીમ મેનેજમેન્ટ તેના પર દાવ લગાવી શકે છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં, તેની શક્યતાઓ ઘણી ઓછી છે.

ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલને તૈયાર કરી શકે છે
શુભમન ગિલ યુવાન છે અને તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ નથી, પરંતુ આ યુવાન પર વિશ્વાસ કરી શકાય છે. જો તે રોહિત શર્મા, વિરાટ કોહલી, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની હાજરીમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તો તે ઘણું શીખી શકે છે. બહુ ઓછા સમયમાં તેણે પોતાની બેટિંગથી બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. જોકે આની સંભાવના પણ ઘણી ઓછી છે.

વિરાટ-રહાણેમાંથી કોઈ એક…પરંતુ અશક્ય સમાન સ્થિતિ
વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સાથે ટીમ મેનેજમેન્ટ ભાગ્યે જ પાછા ફરવા માંગશે. બંને ઉંમરના એવા સ્ટેજ પર છે કે તેઓ માત્ર 2-3 વર્ષ જ ક્રિકેટ રમતા જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય આઈપીએલમાં પણ તેમનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે. રહાણે માત્ર ટેસ્ટ ટીમમાં જ જોવા મળે છે જ્યારે કોહલી ત્રણેય ફોર્મેટમાં રમે છે. તેવામાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ બંને દિગ્ગજોને હવે ફરીથી કેપ્ટન તરીકે પસંદ નહીં કરાય. યુવા ખેલાડીને તૈયાર કરી ટીમ મેનેજમેન્ટ ભવિષ્યનું વિચારી શકે છે.

Exit mobile version