WI Vs IND: રવિ અશ્વિને WTC ફાઈનલનો ખાર કાઢ્યો! મેચ જીતાડતા તોડ્યા આ 5 મોટા રેકોર્ડ - wi vs ind test match ravi ashwin broke five records against west indies in first test match

WI Vs IND: રવિ અશ્વિને WTC ફાઈનલનો ખાર કાઢ્યો! મેચ જીતાડતા તોડ્યા આ 5 મોટા રેકોર્ડ – wi vs ind test match ravi ashwin broke five records against west indies in first test match


ડોમિનિકાઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ WTC ફાઈનલની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યા બાદ પોતાનો ગુસ્સો રવિચંદ્રન અશ્વિને (Ravi Ashwin) વેસ્ટ ઈન્ડિઝ પર કાઢ્યો છે. બે ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ઈનિંગમાં ભારતે જોરદાર પ્રદર્શન આપ્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 141 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મુકાબલામાં રવિચંદ્રન અશ્વિને બંને ઈનિંગમાં જોરદાર બોલિંગ કરી હતી અને 12 વિકેટ પોતાના નામે કરી હતી. આ દરમિયાન રવિ અશ્વિને એક કે બે નહીં પણ કેટલાંક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા હતા.

ભારતનો બીજો સૌથી સફળ બોલર
36 વર્ષીય રવિચંદ્રન અશ્વિને હવે ભારત તરફથી સૌથી વધારે ઈન્ટરનેશનલ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર પહોંચી ચૂક્યો છે. ત્રણેય ફોર્મેટ મળીને હવે અન્નાના નામે 709 વિકેટ છે. અશ્વિને હરભજન સિંહ (707 વિકેટ)ને પણ પછાડ્યા છે. પહેલાં નંબર પર અનિલ કુંબલે (953 વિકેટ) છે.
ગૌતમ ગંભીરનું લખનૌ સુપરજાયન્ટ્સમાંથી પત્તું કપાશે, શું કોલકાતા નાઈટરાઈડર્સમાં મળશે સ્થાન?
સૌથી વધુ 10 વિકેટ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અશ્વિને આઠમી વાર ટેસ્ટમાં 10 વિકેટ લેવાનું કારનામુ રચ્યું છે. ચેન્નાઈના ઓફ સ્પિનર સિવાય માત્ર અનિલ કુંબલે જ ભારત માટે આઠ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝમાં સ્પિનર્સની બેસ્ટ ટેસ્ટ ફિગર
પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ અને બીજી ઈનિંગમાં સાત વિકેટની સાથે અશ્વિને 12-156ની સાથે મેચ પૂરી કરી હતી. હવે આ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કોઈ પણ સ્પિનરનું બેસ્ટ બોલિંગ ફિગર થઈ ગયું છે. આ પહેલાં આ ટેસ્ટ રેકોર્ડ પાકિસ્તાનના સઈદ અઝમલ (2011માં 11-111)ના નામે હતો.
WI Vs IND: રવિ અશ્વિને WTC ફાઈનલનો ખાર કાઢ્યો! મેચ જીતાડતા તોડ્યા આ 5 મોટા રેકોર્ડ - wi vs ind test match ravi ashwin broke five records against west indies in first test matchયશસ્વી જયસ્વાલનું ડ્રેસિંગ રૂમમાં હીરો જેવું સ્વાગત, રોહિતે પાડી તાળીઓ અને ટીમે કરી સલામ
12 વિકેટ
અશ્વિને આ ટેસ્ટ મેચમાં બંને ઈનિંગમાં મળીને કુલ 12 વિકેટ લીધી છે. આ સાથે જ ટેસ્ટમાં તેણે છઠ્ઠી વાર 12 વિકેટ લીધી છે. આની સાથે જ તેણે મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને શ્રીલંકાના જ રંગના હેરાથ (પાંચ વાર)થી આગળ નીકળી ગયો છે.

સૌથી વધુ પાંચ વિકેટ
2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ રમ્યા બાદ કેરેબિયાઈ ટીમ અશ્વિનની ફેવરિટ બની ચૂકી છે. 12 ટેસ્ટ મેચોમાં 20.02ની એવરેજથી તેણે 72 વિકેટ હાંસલ કરી છે. અશ્વિને બંને દેશો વચ્ચે સૌથી વધારે ફાઈફર એટલે કે 6 વાર લેવાનો મહાન મૈલ્કમ માર્શલના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *