Today News

WI vs IND: મેડન ટી20માં અડધી સદી ફટકારી તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, પંત-ઉથપ્પાને પણ છોડી દીધા પાછળ – wi vs ind 2 t20 tilak varma scored maiden 50 international cricket

WI vs IND: મેડન ટી20માં અડધી સદી ફટકારી તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, પંત-ઉથપ્પાને પણ છોડી દીધા પાછળ - wi vs ind 2 t20 tilak varma scored maiden 50 international cricket


પ્રોવિડન્સઃ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની બીજી મેચ આજે (6 ઓગસ્ટે) રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે જરા પણ અસરકારક પુરવાર થયો નહતો. પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઇન્ડિયાની 4 વિકેટ તો માત્ર 100 રનની અંદર જ પડી ગઈ હતી, પરંતુ ભારતનો યુવા સ્ટાર તિલક વર્મા પીચ પર રહ્યો અને કેરેબિયન બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો. આ સાથે તિલકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ અડધી સદી પણ ફટકારી હતી. ઉપરાંત તેણે આ ફિફ્ટી સાથે ઇતિહાસ પણ રચ્યો હતો.તિલક વર્માએ અડધી સદી ફટકારી રચ્યો ઇતિહાસ
ભારતીય ટીમ માટે માત્ર બીજી ટી20 રમી રહેલા તિલક વર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મુશ્કેલ વિકેટ પર શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી પણ ફટકારી હતી. તિલકે 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આ ફિફ્ટી સાથે ઇતિહાસ પણ રચ્યો હતો. તે ભારત માટે ટી20 ક્રિકેટમાં અર્ધશતક ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

T20માં ફિફ્ટી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો
વેસ્ટ ઇન્ડિઝમાં પોતાની અડધી સદી સાથે તિલક વર્મા ટી 20 ક્રિકેટમાં ફિફ્ટી ફટકારનાર બીજા સૌથી યુવા ખેલાડી બની ગયો છે, જેણે 20 વર્ષ 271 દિવસમાં આ કારનામું કર્યું છે. તેની ઉપર કેપ્ટન રોહિત શર્મા છે, જેણે 20 વર્ષ અને 143 દિવસમાં ટી20 ક્રિકેટમાં અડધી સદી ફટકારી છે. જ્યારે તિલકે આ લિસ્ટમાં ઋષભ પંત અને રોબિન ઉથપ્પાને પાછળ છોડી દીધા છે. પંતે 21 વર્ષ 138 દિવસમાં ભારત માટે ટી20 ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી. તો ઉથપ્પાએ 21 વર્ષ 307 દિવસમાં આ કારનામું કર્યું હતું. તિલક આ બંનેને પાછળ છોડીને બીજા નંબર પર આવી ગયા છે. તિલકે તેની 51 રનની ઈનિંગમાં 5 ચોગ્ગા અને એક જોરદાર છગ્ગા પણ ફટકાર્યા હતા.

Exit mobile version