એક નાનકડાં સર્વેમાં ભાગ લો અને મેળવો નવોનક્કોર Samsung Galaxy M32 જીતવાની તક
ફોટો શેર કર્યા બાદ, ઈશા કંસારા, ભવ્ય ગાંધી, દિક્ષા જોશી અને શ્રદ્ધા ડાંગર સહિતના ઢોલિવુડના સેલેબ્સે યશ અને જાનકીને અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સે જ્યારે યશ સોનીનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ‘અમે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને જાનકી સાથે કામ કરવાની મજા આવે છે. પરંતુ અમે માત્ર મિત્રો છીએ. જ્યારે યોગ્ય સમય આવશે જ્યારે હું તમને ‘અમારા’ વિશે વધુમાં જણાવીશ’.
રિલીઝ થઈ ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’, પેટ પકડીને હસાવવાની સાથે સમજાવશે ફેમિલીનું મહત્વ
યશ સોની અને જાનકી બોડીવાલાની પોસ્ટ બાદમાં પ્રોમોમાં પરિણમી હતી. તેઓ ખૂબ જલ્દી રોમેન્ટિક ડ્રામામાં જોવા મળશે, જેમાં તેમની સાથે રોનક કામદાર પણ મહત્વના રોલમાં હશે. ફિલ્મના પ્રમોશન માટે યશ અને જાનકીએ તે પોસ્ટ શેર કરી હતી. બે દિવસ પહેલા તેમણે ફિલ્મ ‘નાડી દોષ’નો (Naadi Dosh) ફર્સ્ટ લૂક શેર કર્યો હતો અને લખ્યું હતું ‘અગાઉની પોસ્ટમાં અમારા પરિવારને ભેગો કરવા માટે પહેલા અમે જે ‘સમસ્યાઓ’ વિશે વાત કરી હતી તે યાદ છે? તો તે સમસ્યા ‘નાડી દોષ’ છે. અમે અમારી ફિલ્મ ‘નાડી દોષ’નું પહેલું ઓફિશિયલ પોસ્ટર રજૂ કરી રહ્યા છીએ. આખરે 1+1= પરિવાર’. આ પોસ્ટમાં તેમણે ફિલ્મ 17 જૂન, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હોવાની પણ જાહેરાત કરી હતી. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં મિત્ર ગઢવી અને આરોહી પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તો ફેન્સ પણ નારાજ થયા હતા.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, યશ સોની છેલ્લો દિવસ સિવાય શું થયું? અને ચાલ જીવી લઈએ!માં જોવા મળ્યો હતો. તો જાનકી બોડીવાલા ઓ તારી, તંબુરો, છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
લૉક અપના સેટ પર એકસાથે દેખાયા કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ, જણાવી આ ખાસ વાત