What? Janki Bodiwala સાથે રિલેશનશિપમાં નથી Yash Soni, કહ્યું 'હાલ તો અમે બંને માત્ર મિત્રો છીએ' - yash soni and janki bodiwala are just friend their relationship post turned into promo

What? Janki Bodiwala સાથે રિલેશનશિપમાં નથી Yash Soni, કહ્યું ‘હાલ તો અમે બંને માત્ર મિત્રો છીએ’ – yash soni and janki bodiwala are just friend their relationship post turned into promo


સેલિબ્રિટી સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમનું રિલેશનશિપ સ્ટેટસ ઓફિશિયલ કરે તે વાત હવે સામાન્ય થઈ ગઈ છે. હાલમાં, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી અને ફેન્સ યશ સોની (Yash Soni) અને જાનકી બોડીવાલા (Janki Bodiwala) દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જોઈને ખુશ-ખુશ થઈ ગયા હતા. જેમાં બંનેએ તેઓ કપલ તરીકે સાથે હોવાની ઓફિશિયલ જાહેરાત કરી હતી. વર્ષ 2015માં રિલીઝ થયેલી ગુજરાતી બ્લોક-બસ્ટર ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં યશ અને જાનકીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીએ સેંકડો દર્શકોના દિલ જીતી લીધા હતા. પરંતુ, યશ સોનીની હાલની પોસ્ટ કંઈક અલગ જ કહાણી કહે છે. સેલ્ફી શેર કરીને યશ અને જાનકીએ લખ્યું હતું ‘1+1= પરિવાર… ઉફ…સમસ્યાઓ હોવા છતાં, તે વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે સાથે ખુશ છીએ! અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનના આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવજો. વધુ તસવીરો ખૂબ જલ્દી જોવા મળશે…જોડાયેલા રહેજો!’.

એક નાનકડાં સર્વેમાં ભાગ લો અને મેળવો નવોનક્કોર Samsung Galaxy M32 જીતવાની તક


ફોટો શેર કર્યા બાદ, ઈશા કંસારા, ભવ્ય ગાંધી, દિક્ષા જોશી અને શ્રદ્ધા ડાંગર સહિતના ઢોલિવુડના સેલેબ્સે યશ અને જાનકીને અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં અમારા સહયોગી અમદાવાદ ટાઈમ્સે જ્યારે યશ સોનીનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ‘અમે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને જાનકી સાથે કામ કરવાની મજા આવે છે. પરંતુ અમે માત્ર મિત્રો છીએ. જ્યારે યોગ્ય સમય આવશે જ્યારે હું તમને ‘અમારા’ વિશે વધુમાં જણાવીશ’.

રિલીઝ થઈ ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’, પેટ પકડીને હસાવવાની સાથે સમજાવશે ફેમિલીનું મહત્વ


યશ સોની અને જાનકી બોડીવાલાની પોસ્ટ બાદમાં પ્રોમોમાં પરિણમી હતી. તેઓ ખૂબ જલ્દી રોમેન્ટિક ડ્રામામાં જોવા મળશે, જેમાં તેમની સાથે રોનક કામદાર પણ મહત્વના રોલમાં હશે. ફિલ્મના પ્રમોશન માટે યશ અને જાનકીએ તે પોસ્ટ શેર કરી હતી. બે દિવસ પહેલા તેમણે ફિલ્મ ‘નાડી દોષ’નો (Naadi Dosh) ફર્સ્ટ લૂક શેર કર્યો હતો અને લખ્યું હતું ‘અગાઉની પોસ્ટમાં અમારા પરિવારને ભેગો કરવા માટે પહેલા અમે જે ‘સમસ્યાઓ’ વિશે વાત કરી હતી તે યાદ છે? તો તે સમસ્યા ‘નાડી દોષ’ છે. અમે અમારી ફિલ્મ ‘નાડી દોષ’નું પહેલું ઓફિશિયલ પોસ્ટર રજૂ કરી રહ્યા છીએ. આખરે 1+1= પરિવાર’. આ પોસ્ટમાં તેમણે ફિલ્મ 17 જૂન, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હોવાની પણ જાહેરાત કરી હતી. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં મિત્ર ગઢવી અને આરોહી પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તો ફેન્સ પણ નારાજ થયા હતા.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, યશ સોની છેલ્લો દિવસ સિવાય શું થયું? અને ચાલ જીવી લઈએ!માં જોવા મળ્યો હતો. તો જાનકી બોડીવાલા ઓ તારી, તંબુરો, છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

લૉક અપના સેટ પર એકસાથે દેખાયા કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ, જણાવી આ ખાસ વાત



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *