વેસ્ટ ઈન્ડિઝ માટે વર્લ્ડ કપ રમવો કેમ મુશ્કેલ છે?
નેધરલેન્ડ સામે મેચ હાર્યા બાદ પણ વેસ્ટ ઈન્ડિઝે સુપર-6 માટે ક્વોલિફાઈ કરી લીધું છે. પરંતુ ટીમ ઝીરો પોઈન્ટ સાથે ત્યાં પહોંચી ગઈ છે. કારણ કે તે ઝિમ્બાબ્વે કે નેધરલેન્ડમાં પોતાના ગ્રુપમાંથી સુપર-6માં પહોંચેલી કોઈ પણ ટીમ સામે વિજય નોંધાવી શક્યું નથી. જ્યારે ઝિમ્બાબ્વેના 4 પોઈન્ટ છે. બીજા ગ્રુપમાંથી શ્રીલંકા, સ્કોટલેન્ડ અને ઓમાન પહોંચી ગયા છે. સુપર-6માં ટોપ-2 ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
જો વેસ્ટ ઈન્ડિઝ ત્રણેયને હરાવે તો પણ તેના માત્ર 6 પોઈન્ટ જ રહેશે. બીજી તરફ ઝિમ્બાબ્વે એક મેચ જીતીને 6 પોઈન્ટ પર પહોંચી જશે. ઝિમ્બાબ્વેનો રન રેટ પણ સારો છે. આ સાથે શ્રીલંકા અને સ્કોટલેન્ડની ટીમ 6 પોઈન્ટ સાથે સુપર સિક્સમાં પહોંચી જશે. જો ઝિમ્બાબ્વે સુપર સિક્સમાં બે મેચ જીતી જશે તો વેસ્ટ ઈન્ડિઝ 2023માં વર્લ્ડ કપ રમી શકશે નહીં.
લોગન વાન બીક નેધરલેન્ડનો હીરો છે
લોગન વાન બીક નેધરલેન્ડની જીતનો હીરો હતો. સુપર ઓવરમાં તેણે જેસન હોલ્ડર સામે 3 સિક્સર અને 3 ફોર ફટકારીને 30 રન ફટકાર્યા હતા. અહીંથી વેસ્ટ ઈન્ડિઝની હાર નિશ્ચિત થઈ ગઈ. તેણે નેધરલેન્ડ માટે સુપર ઓવરમાં પણ બોલિંગ કરી હતી. વેન વિકે બંને બેટ્સમેનોને 8 રનમાં આઉટ કર્યા હતા. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. મેચના અંત તરફ આવીને તેણે 14 બોલમાં 28 રનની ઈનિંગ્સ રમી હતી.
મેચમાં શું થયું?
પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે 374 રનનો સ્કોર નોંધાવ્યો હતો. મિડલ ઓર્ડરમાં નિકોલસ પૂરને 65 બોલમાં 104 રન ફટકાર્યા હતા. તેણે પોતની ઈનિંગ્સમાં 9 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી. બ્રાન્ડોન કિંગે 76 અને જોન્સન ચાર્લ્સે 54 રન ફટકાર્યા હતા. જવાબમાં નેધરલેન્ડે 9 વિકેટ ગુમાવીને 374 રન ફટકાર્યા હતા. તેજા નિદામાનુરુએ 76 બોલમાં 111 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સ્કોટ એડવર્ડ્સે 67 રન ફટકાર્યા હતા.