Today News

west indies out of world cup, સવારે ઉઠીને મેદાનમાં ચાલ્યા આવો તો વર્લ્ડ કપ ન જીતાય, વેસ્ટઈન્ડિઝ બહાર થતા કેપ્ટન થયો લાલચોળ – westindies captain angry on team members

west indies out of world cup, સવારે ઉઠીને મેદાનમાં ચાલ્યા આવો તો વર્લ્ડ કપ ન જીતાય, વેસ્ટઈન્ડિઝ બહાર થતા કેપ્ટન થયો લાલચોળ - westindies captain angry on team members


હરારેઃ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર ફેંકાયા બાદ તેના ખેલાડીઓના વલણ અને તૈયારી પર સવાલ ઉઠાવ્યા છે. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ 1975થી શરૂ થયેલા અને 48 વર્ષમાં પ્રથમ વખત 50 ઓવરના વર્લ્ડ કપનો ભાગ નહીં બને. કેરેબિયન ટીમ શનિવારે સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડ સામે સાત વિકેટે હાર્યા બાદ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

કેપ્ટને કહ્યું કે અમારા ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. સાચું કહું તો હું ફક્ત એક વસ્તુ પર આંગળી ચીંધી શકતો નથી. હોપે વેસ્ટ ઈન્ડિઝની ટીમ બહાર થયા પછી બ્રોડકાસ્ટરને કહ્યું કે અમે ચોક્કસપણે ટૂર્નામેન્ટમાં યોગ્ય અપ્રોચથી નથી રમ્યા અને જાતે કરીને નિરાશ થઈ ગયા છીએ.

ખરાબ અપ્રોચ વડે કેવી રીતે જીતાશે
વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાય જ ન થઈ એ મુદ્દે કેપ્ટને તેની ટીમના અપ્રોચ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે અમે આ વખતે અમારુ 100 ટકા બેસ્ટ આપી શક્યા નથી. મને લાગે છે કે ફિલ્ડિંગથી લઈ બેટિંગમાં અમે સૌથી નિરાશાજનક પ્રદર્શન કરતા આવ્યા છીએ. જોકે આ એક રમતનો ભાગ હતો.

કેપ્ટને કહ્યું તૈયારી વિના ક્યાંથી જીતી શકશો
કેપ્ટને ગુસ્સામાં વધારે કહ્યું કે વહેલી સવારે ઉઠીને તમે તૈયારી કર્યા વિના મેચ રમવા ઉતરો તો વિજેતા થઈ શકતા નથી. એટલું જ નહીં વર્લ્ડ કપ રમતા પહેલા અમારી તૈયારી પણ ઘણી ખરાબ હતી. તેવામાં યોગ્ય તૈયારીઓ વિના ટૂર્નામેન્ટમાં રમવા માટે ઉતરવું બરાબર ન ગણાય. આ ટીમ અચાનક જ વર્લ્ડ કપ જીતીને આવશે એવું પણ માની ન લેવાય. કેપ્ટન હોપે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને નેપાળ સામે 132 રન ફટકાર્યા હતા. જોકે ટોસનો પણ તેણે ઉલ્લેખ કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની હજુ બે મેચ બાકી છે પરંતુ તેના પરિણામમાં કોઈ ફરક પડશે નહીં. પરંતુ કેપ્ટન-વિકેટકીપરે કહ્યું કે ટીમ બાકીની મેચોમાં વધુ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે. તેણે કહ્યું, ‘અમારી પાસે વધુ બે મેચ બાકી છે અને અમારે જીતના માર્ગે પાછા ફરવાનો માર્ગ શોધવાની જરૂર છે. ટીમમાં પ્રતિભા છે, પરંતુ અમારે સતત પ્રદર્શન કરવાની જરૂર છે.

Exit mobile version