માથા પર વાગતા બોલનો વીડિયો વાયરલ
22 વર્ષની વસીમ બશિરનો બોલિંગ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે આ યુવા બોલર બાઉન્સરથી બેટ્સમેનોને પરેશાન કરી નાખે છે, જેમાં તેના બોલ માથાની નજીકથી જતા બેટ્સમેનો પણ હચમચી જતા દેખાય છે. આ બોલરની બોલિંગ ઉમરાન મલિક જેવી તીખી છે. કહેવાય છે વસીમ 150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરે છે. રોચક વાત એ છે કે વસીમ પણ જમ્મુ-કાશ્મીરનો છે. એટલે કે ટીમ ઈન્ડિયાને વેલીથી વધુ એક ખેલાડી મળી શકે છે.
વસીમ જમ્મુ-કાશ્મીરના પહેલગાવનો છે. 22 વર્ષનો જમોડી પેસર હાલમાં જમ્મુ એન્ડ કાશ્મીરની અંડર-25 ટીમમાં રમે છે અને પોતાની બોલિંગની સ્પીડથી બેટ્સમેનોને ડરાવે છે. પાછલા વર્ષે IPLમાં કોલકાતા તરફથી ટ્રાયલ માટે બોલાવ્યા બાદ વસીમ પહેલગામમાં બધાના મોઢે ચઢેલું નામ બની ગયો છે.
તેને પહેલગામ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે
વસીમને ક્રિકેટ પ્રત્યે ઝનૂન છે અને તેણે કઠીન સંઘર્ષ વેઠ્યો છે. આ વિસ્તારમાં રમત અને શૈક્ષણિક પાયાની સુવિધા ના હોવાથી, પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહેલગાંવમાં મોટાભાગના બાળકો પ્રવાસ સાથે સંકળાયેલી ગતિવિધિમાં આવક કરવા માટે જોડાઈ જતા હોય છે. જોકે, વસીમે ડિસ્ટન્સ લર્નિંગથી પોતાનો આગળનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. આનું કારણ તેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છે.
KKRએ પાછલા વર્ષે ટ્રાયલ માટે બોલાવ્યો હતો
KKR તરફથી 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગની ટ્રાયલ માટે બોલરને બોલાવ્યો હતો, વસીમ બાળપણથી જ ક્રિકેટ પ્રેમી છે. વર્ષો સુધી ગલી અને લોન ક્રિકેટ રમ્યા પછી તે હાઈસ્કૂલમાં અંડર-19 અને અંડર-23માં રમ્યો છે. રમત પ્રત્યેનો તેનો લગાવ ઘણો છે પરંતુ સુવિધાના અભાવે તે બહાર જઈ શકતો નથી.
IPL અને ટીમ ઈન્ડિયા માટે રમવા માગે છે
વસીમ બે વર્ષ પહેલા કર્ણાટક ઈન્સ્ટિટ્યુટ ઓફ ક્રિકેટ બેંગ્લુરુમાં કોચિંગ લેવા માટે ગયો હતો. એક્સપ્રેસ વસીમની ઝડપી બોલિંગનો સામનો અહીં નહીં મળતી પૂરતી સુવિધાઓ સામે થઈ રહ્યો છે. વસીમે કહ્યું કે “IPL અને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું દરેક ખેલાડીનું સનું હોય છે અને મારું લક્ષ્ય પણ છે.”