virender sehwag news, એક ફોન કૉલથી અટકી ગયું હતું વિરેન્દ્ર સેહવાગનું ડેબ્યૂ, નહીં તો શારજાહના રણમાં આવી ગયું હોત તોફાન - virender sehwag told how his debut was postponed due to a phone call

virender sehwag news, એક ફોન કૉલથી અટકી ગયું હતું વિરેન્દ્ર સેહવાગનું ડેબ્યૂ, નહીં તો શારજાહના રણમાં આવી ગયું હોત તોફાન – virender sehwag told how his debut was postponed due to a phone call


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે પોતાની બેટિંગથી વિશ્વભરના બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો. મોટા મોટા બોલર્સ સેહવાગ સામે બોલિંગ કરવામાં ધ્રૂજતા હતા. સેહવાગ જ્યાં સુધી મેદાન પર પોતાની બેટિંગથી જોરદાર તોફાન મચાવ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી લેતા પહેલાં સેહવાગ સાથે એવી એક ઘટના બની હતી, જેના કારણે તેનું ડેબ્યૂ એક વર્ષ માટે ટળી ગયું હતું. સેહવાગે હાલમાં જ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનના એપિસોડમાં પોતાના ડેબ્યૂ અંગેનો કિસ્સો જણાવતા કહ્યું હતું કે, કઈ રીતે એરપોર્ટ પહોંચીને તેને પરત ફરવું પડ્યું હતું.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
સેહવાગે જણાવ્યું હતું કે, આ વાત વર્ષ 1998ની છે. જ્યારે ટીમ ઈન્ડિયા કોકાકોલા કપ માટે શારજાહ ગઈ હતી. તે દરમિયાન મને અચાનક ટીમ મેનેજમેન્ટનો ફોન આવ્યો અને તેમણે શારજાહ બોલાવ્યો હતો. જેમતેમ કરીને ટિકીટ કરવામાં આવી અને હું એરપોર્ટ પહોંચી ગયો. ચેક ઈન થઈ ગયું, પરંતુ એરપોર્ટ પર ફરી તેને એક ફોન આવ્યો અને એવું જણાવવામાં આવ્યું કે, તે પરત ફરી ગયો.

સમગ્ર મામલો શું હતો?
સેહવાગે જણાવ્યું હતું કે, શારજાહમાં જ્યારે ટીમ ઇન્ડિયા કોકાકોલા કપ માટે ગઈ હતી. ત્યારે કેટલાક ખેલાડી બીમાર પડી ગયા હતા. તેવામાં તેને એક ફોન આવ્યો, પરંતુ જ્યાં સુધી તે ત્યાં પહોંચવાનો હતો. તે દરમિયાન જ બીમાર ખેલાડી સાજા થઈ ગયા હતા. એટલે ટીમ મેનેજમેન્ટે તેને રોકાવવાનું કહ્યું હતું. જોકે, બરાબર એક વર્ષ પછી સેહવાગની એન્ટ્રી ટીમ ઇન્ડિયામાં થઈ હતી. ત્યારબાદ તો પછી તેણે પાછું વળીને જોયું જ નહતું. ટેસ્ટ, વન ડે અને ટી20માં તેણે સ્ફોટક બેટિંગ કરી વિશ્વભરના બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો.

ટીમ ઇન્ડિયા માટે સેહવાગની કારકિર્દી
સેહવાગ ટીમ ઇન્ડિયા માટે 104 ટેસ્ટ, 251 વનડે અને 19 ટી20 મેચ રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 49.34ની સરેરાશથી 8,586 રન બનાવ્યા હતા, જેમાં 23 સદી અને 32 અડધી સદીની ઈનિંગ સામેલ હતી. જ્યારે વનડેમાં તેના નામે 8,273 રન નોંધાયા છે, જેમાં તેની સરેરાશ 104.33ની રહી હતી. ઉપરાંત ટી20માં પણ તેણે 394 રન બનાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *