BCCI પર કરોડો રૂપિયાનો વરસાદ થશે, પાકિસ્તાનને કેમ આનાથી ખોટુ લાગ્યું એ જુઓ
કોહલીએ દ્રવિડ સાથે શેર કરી તસવીર
વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં રાહુલ દ્રવિડ સાથેની એક પોસ્ટ શેર કરી હતી. જેમાં બંને પ્રેક્ટિસ જર્સી અને બ્લેક કલરના શોર્ટ્સમાં જોવા મળ્યા. આ સાથે લખ્યું હતું ‘વર્ષ 2011માં ડોમેનિકામાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં માત્ર બે જ લોકો સામેલ હતા. ક્યારેય નહોતું વિચાર્યું કે આ ટુર આપણને અલગ-અલગ ક્ષમતા સાથે અહીં પરત લાવશે. ખૂબ જ આભારી છું’.
કોહલીનું ટેસ્ટમાં ડેબ્યૂ
2011ની તે ટેસ્ટ મેચ વખતે રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી બંને પોતાના કરિયરના એકદમ વિપરીત છેડા પર હતા. દ્રવિડ અને તેમના લાંબા સમયના સાથીદાર વીવીએસ લક્ષ્મણના શાનદાર કરિયરનો અંત વેસ્ટ ઈન્ડિઝમાં છેલ્લી ટેસ્ટ સાથે થયો હતો. તો બીજી તરફ વિરાટ કોહલીએ સીરિઝની પહેલી જ મેચથી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ડેરેન સેમીની કેપ્ટનશિપ હેઠળ વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરી હતી અને ઈશાંત શર્માની પાંચ વિકેટ ઝડપનારી બોલિંગ સામે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે કેપ્ટન ધોનીના 133 બોલમાં 74 રનની ઈનિંગની મદદથી 347 રન કર્યા હતા.
SL vs NED: શ્રીલંકા બન્યું વર્લ્ડ કપ ક્વોલિફાયરની ચેમ્પિયન, ફાઈનલમાં નેધરલેન્ડ્સને 128 રને હરાવ્યું
2011માં રમાઈ હતી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ
લેજેન્ડ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલ અને કિર્ક એડવર્ડ્સની સદીના કારણે વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં 322 રન બનાવ્યા હતા. આ રીતે અંતિમ દિવસે ભારતને 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યજમાન ટીમે ભારતને સ્કોર કરવા દીધો નહોતો અને મેચ ડ્રો થઈ હતી. ભારતની પહેલી ઈનિંગમાં રાહુલ દ્રવિડ પાંચ રન બનાવીને સેમીનો શિકાર બન્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં 34 રન સાથે અણનમ રહ્યા હતા. કોહલીએ પહેલી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતા તો બીજી ઈનિંગમાં તેને બેટિંગ કરવાની તક મળી નહોતી.
એક મહિના બાદ ગ્રાઉન્ડ પર પરત ફરશે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારના એક મહિના બાદ ગ્રાઉન્ડ પર પરત ફરશે. આ ટુરમાં ટીમ બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 રમશે. તે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપના ક્વોલિફાયર થવા બાદ આ મેચ રમશે. બે વખત ચેમ્પિયન ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં નહીં રહે. આવું પહેલીવાર બનશે જ્યારે વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ વગર રમાશે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાનું માનવું છે કે, તેમની પાસે મહેમાનોને પડકાર આપવાની તક છે.
Read latest Sports News and Gujarati News