virat kohli viral food video, 'તે છોલે-ભટુરે ન હતા...' જે જોઈને ખુશ થયો હતો કોહલી, તેના વિશે કોચ દ્રવિડે કર્યો ખુલાસો - india vs australia 2nd test 2023 it was not chole bhature rahul dravid on virat kohli viral food delivery video

virat kohli viral food video, ‘તે છોલે-ભટુરે ન હતા…’ જે જોઈને ખુશ થયો હતો કોહલી, તેના વિશે કોચ દ્રવિડે કર્યો ખુલાસો – india vs australia 2nd test 2023 it was not chole bhature rahul dravid on virat kohli viral food delivery video


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. આ સાથે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ ટેસ્ટના બીજા દિવસે શનિવારે વિરાટ કોહલીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં કોહલી ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે કંઈક ચર્ચા કરી રહ્યો હોય છે. ત્યારે એક વ્યક્તિ પ્લેટમાં કોહલી માટે કંઈક ખાવાનું લઈને આવે છે. જેને જોઈને કોહલી ઘણો જ ખુશ થઈ જાય છે અને તેના હાવભાવ જોવા જેવા હતા. સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું હતું કે પ્લેટમાં છોલે-ભટુરે હતા જેને જોઈને કોહલી ખુશ થઈ ગયો હતો.
જોકે, રવિવારે પૂરી થયેલી ટેસ્ટ બાદ કોચ રાહુલ દ્રવિડે આ અંગે ખુલાસો કર્યો હતો. દ્રવિડે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો વિશેની હકિકત જણાવીને સસ્પેન્સનો અંત આણી દીધો હતો. વિડીયોમાં કોહલી જે રીતે ખુશ થઈ જાય છે અને તેના જે હાવભાવ હતા તેના કારણે વિડીયો વાયરલ થયો હતો. ફેન્સ કહી રહ્યા હતા કે કોહલી છોલે-ભટુરે જોઈને ખુશ થઈ ગયો હતો.

મેચ બાદ ઈન્ટરવ્યુમાં તે વિડીયો અંગે પૂછતાં રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, તે છોલે-ભટુરે ન હતા, પરંતુ કુલચા છોલે હતા. રાહુલ દ્રવિડે તે પણ ખુલાસો કર્યો હતો કે કોહલીએ તેમને પણ કુલચા-છોલેનો ટેસ્ટ કરવાનું કહ્યું હતું પરંતુ ભારતીય કોચે તેની ના પાડી દીધી હતી. દ્રવિડે કહ્યું હતું કે કોહલીએ મને કુલચા-છોલે ખાવાનું કહ્યું હતું પરંતુ મેં કહ્યું હતું કે હું 50 વર્ષનો છું. હવે હું આટલું બધું કોલેસ્ટ્રોલ સહન કરી શકું નહીં, તેમ હસતાં-હસતાં દ્રવિડે જણાવ્યું હતું. નોંધનીય છે કે બીજી ટેસ્ટ જીતવાની સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રિટેન કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *